ભારતીય સંસ્કૃતિમાં લગ્નસંસ્થા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઇશ્વરે પણ રામાવતારમાં એક પત્નીત્વની જ હિમાયત કરી છે. એક સ્ત્રી કે એક જ પુરુષ સાથે જીવન વ્યતીત કરવાથી પ્રેમ, શ્રધ્ધા, પ્રમાણિકતા અને વિશ્વાસના પાયા પર રચાયેલી કુટુંબની ઇમારત સમૃધ્ધિ પ્રદાન કરે છે. આથી જ લગ્નજીવનમાં વફાદારીની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ આજે ભારતની સામાજિક પરિસ્થિતિમાં એક જબરજસ્ત વળાંક આવ્યો છે. દંપતીઓ વચ્ચેની અણસમજ અને અસંતોષ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે.એવું નથી કે માત્ર પરિણીત પુરુષ જ લગ્નેતર સંબંધ ધરાવે છે પરંતુ સેંથીમાં સિંદૂર પૂરતી અને ગળામાં લાંબુ મંગળસૂત્ર પહેરી પતિવ્રતાનો દેખાવ ધરાવતી અનેક પરિણીતા સુધ્ધાં પતિને દગો આપતાં અચકાતી નથી.
છૂટાછેડા અને અલગ રહેવાના બનાવ મોટાભાગે નોકરિયાત વર્ગની સ્ત્રીઓમાં જ વધારે બને છે.છૂટાછેડાના જે કેસ આવે છે તેમાં મોટાભાગે છૂટાછેડાનું કારણ ફેસબૂક છે.
ફેસબૂક દ્વારા મૈત્રી કરીને કોઈ લગ્નેતર સબંધ જેવો આનંદ સ્ત્રી-પુરુષો મેળવવા લાગે છેે. તેના ચેટરૂમમાં સેકસી વાતો કરાવનાર અનેક પાત્રો જાણે ટાંપીને જ બેઠા હોય છે. પતિ-પત્ની બંને ખોટા નામે પોતાનો પ્રોફાઈલ બનાવીને ફ્લર્ટ કરતા હોય અને એકબીજા સાથે જ ફ્લર્ટ કરે તેવા બનાવો પણ જાણવા મળ્યા છે.
ઘણા પતિ-પત્ની પોતાના જીવનસાથીની ફેસબૂક પ્રવૃત્તિ જાણવા માટે ખોટા આકર્ષક નામ-ફોટા સાથે પ્રોફાઈલ બનાવીને તેને રંગે હાથ પકડી પાડવાનો પ્રયાસ પણ કરતા જણાયા છે. અનેક કેસોમાં પતિ-પત્ની પુરાવા તરીકે ફેસબૂકના મેસેજ વગેરે લઈ આવતા જોવા મળે છે.
છૂટાછેડા વધવાનું બીજું મોટું કારણ વિભક્ત કુટુંબની વ્યવસ્થા છે. પતિપત્ની એકલા રહેતા હોય ત્યારે તેમનામાં પરિપકવતાનો અભાવ હોય છે અને નાદાનિયત વધુ હોય છે. આ કારણે લગ્નજીવનમાં પેદા થતો નાનકડો પણ ખટરાગ તેમને છૂટાછેડા સુધી લઇ જાય છે. તેઓ જો પોતાના વડીલોની છત્રછાયા હેઠળ સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો વડીલોની દરમિયાનગીરીથી આવા વિવાદો ટળી જાય છે અને સમાધાન થઇ જાય છે. આજે સ્ત્રીઓ નોકરી કરતી થઇ છે અને આર્થિક રીતે પગભર થઇ છે તેને કારણે પણ તેમનામાં સહનશક્તિ ઘટી ગઇ છે. પોતાની સારી આવક ધરાવતી સ્ત્રી પતિદેવના બે કડવા શબ્દો સાંભળવા પણ તૈયાર હોતી નથી.
ઘણી સ્ત્રીઓ પતિ તથા પરિવારની વિરુદ્ધ જઈને નોકરી કરતી હોય છે. આથી તેમને ઘરકામમાં પતિ તથા પરિવારનાં સભ્યોનો સાથ મળતો નથી.નોકરિયાત સ્ત્રીઓને પોતાની કમાણીનું ખૂબ જ અભિમાન હોય છે. તે પોતે કમાયેલા પૈસા પોતાની રીતે જ વાપરવા માગતી હોય છે. ઘણા પતિ પત્નીની મરજી પ્રમાણેનો ઉડાઉ ખર્ચ સહન નથી કરી શકતા. તેના પરિણામે તકરાર શરૂ થાય છે, ‘તું કમાય છે તેનાથી વધારે તો ખર્ચી નાખે છે. કામવાળીનો ખર્ચ, છોકરાના ઘોડિયાઘરની ફી, તારી રોજરોજ નવી-નવી સાડીઓ અને મેકઅપના સામાનનો ખર્ચ તો પાર વિનાનો છે.’
‘તમારી પાસે તો નથી માગતી ને? જાતે કમાઉ છું અને જાતે ખર્ચું છું, તેમાં તમારું શું જાય છે.’ ‘શું આ ઘર પ્રત્યે તારી કોઈ જવાબદારી જ નથી? ઘરની જવાબદારીમાંથી તો તું છટકી ગઈ, પણ આર્થિક સહકારેય નથી આપતી? આવી નોકરીનો શો ફાયદો? હવે નોકરી છોડીને તારું ઘર સંભાળ.’ ‘સાંભળી લો, હું નોકરી નથી છોડવાની અને બીજી વાત, મારા પૈસા વાપરવાનો મને પૂરેપૂરો હક છે.’
પતિ-પત્ની વચ્ચે આવું કોઇ જ જુદાપણું ન હોવું જોઈએ. પતિ જે કમાય છે તે પત્નીનું હોય છે. એ જ રીતે પત્ની કમાય, તેના પર પતિનો સમાન હક હોય છે. તો પછી આ તારામારાનો ભેદ શા માટે?
આજની તારીખમાં નોકરી કરતાં સ્ત્રી-પુરુષો ઘર કરતાં વઘુ સમય ઓફિસમાં ગાળે છે. તેઓ પરિણીત હોય તોય પોતાના જીવનસાથી કરતાં સહકર્મચારીઓ સાથે વઘુ સમય વિતાવે છે. પરિણામે પ્રત્યેક ઓફિસમાં વિજાતીય સહકર્મચારીઓ એકમેક પ્રત્યે આકર્ષાય છે.આપણે જેટલાં કલાક આપણા સહકર્મચારીઓ સાથે ગાળીએ છીએ એટલો સમય જીવનસાથી સાથે નથી વિતાવતાં. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સ્ત્રીઓ પુરુષોની મૈત્રી તરફ પહેલ પણ કરી રહી છે. એક સમય એવો હતો જ્યારે ઓફિસમાં માત્ર બોસ અને તેની સેક્રેટરી વચ્ચે જ પ્રેમસંબંધ રહેતો. ઘણીવાર એવું પણ બનતું કે બંને વચ્ચે માત્ર વ્યવસાયિક સંબંધ હોય તોય તેમને શંકાની નજરથી જ જોવામાં આવતાં. પણ હવે આવા સંબંધો બોેસની કેબીનથી બહાર નીકળીને ઓફિસના લગભગ દરેક ટેબલ સુધી ફેલાઈ ગયા છે. નિષ્ણાતો કહે છે કે આજે બધાને કાંઈક સારું જોઈએ છે. ચાહે તે ક્ષણિક સંબંધ કેમ ન હોય. આજની યુવા પેઢી વર્તમાનમાં જીવે છે અને વર્તમાનની ક્ષણો માણી લેવામાં માને છે. વળી ઓફિસમાં સતત કામના બોેજામાંથી હળવા થવા થોડીવારની ફ્લર્ટંિગ રિલેક્સ થેરપીનું કામ કરે છે. ઘણીવાર ઘરની કે અન્ય કોઈ વાતથી પરેશાન વ્યક્તિ પોતાના વિજાતીય સહકર્મચારી સાથે લંચ લેતી વખતે કે ચા-કોફી પીતી વખતે મનની વાત કરીને હળવા થવાનો પ્રયત્ન કરે છે. જોકે આવા સંજોગોમાં ધરપત આપનાર વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય છે અને પ્રેમસંબંધ બંધાય છે.
પતિ-પત્નીનો સંબંધ માત્ર વિશ્વાસ પર ટકેલો હોય છે. તે એક એવો સંબંધ છે. જેમાં ઉભી થતી જરા અમથી શંકા પણ સંબંધો પર પૂર્ણ વિરામ મુકવા માટે પુરતી છે. કોઇ એકની બેવફાઇથી બન્નેના જીવન બરબાદ થઇ શકે છે.ક્યારેક પતિ-પત્ની બન્નેના જ અન્ય લોકો સાથે લગ્નેતર સંબંધો હોય છે. જેની જાણ જીવનસાથીને હોતી નથી.નોકરિયાત સ્ત્રીઓના પુરુષ સહકર્મચારી પણ ઘણી વાર ઝઘડાનું કારણ બને છે.પત્નીના મોઢે પરપુરુષનાં વખાણ પતિ સહન નથી કરી શકતો. સ્માર્ટ પત્નીઓ પોતાની પાછળ ભમતા પુરુષોનો ઉલ્લેખ વાતવાતમાં પતિ આગળ કરી દે છે. આથી પતિ એવું માનવા લાગે છે કે પત્ની ઓફિસમાં રોમાંસ કરી રહી છે. પરપુરુષ કર્મચારીઓ સાથે લળીલળીને વાતો કરવી સાથે બેસીને ચા પીવી, કેન્ટિનમાં જવું, તેમની સાથે સ્કૂટર પર આવવું-જવું જેવી સામાન્ય બાબતોને લીધે પણ ઘણીવાર પતિ તેની પત્નીને શકની નજરે જોવા લાગે છે.પત્નીનું વ્યવસ્થિત તૈયાર થઇને ઓફિસે જવું પણ ઘણીવાર ઝઘડાનું કારણ બનતું હોય છે. ‘કોને રાજી કરવા આમ તૈયાર થાય છે?’
“”લિવ ઇન રિલેશનશિપ”" નું મહત્વ આજકાલ વધી રહ્યું છે.મેટ્રો સિટીમાં અને હવે તો મિની મેટ્રોમાં પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા કપલની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. લિવ ઈનમાં રહેવા પાછળનો યુવક-યુવતીનો આશય તો એવો હોય છે કે લગ્ન કરતાં પહેલાં તેઓ ટ્રાયલરૂપે એક, બે કે પાંચ વર્ષ એકમેકની સાથે રહે, જેથી તેમને ખ્યાલ આવે કે જીવનભર તેઓ એકબીજાને નિભાવી શકશે કે નહીં અને જો ન ફાવે તે પોતપોતાના રસ્તે.
દેશના મેટ્રો શહેરમાં કરવામાં આવેલાં એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે આ સર્વેમાં મેટ્રો સિટીના 45 ટકાથી વધુ બાળકો નશાની લતના શિકાર હોય છે. અને સૌથી ચોકાવનારી હકીકત તો એ છે કે 25 ટકા યુવક-યુવતિઓ તેમની ટિનએજમાં સેક્સ માણી ચુક્યાં છે.મેટ્રો શહેરના પબ્લિક સ્કૂલમાં ભણતા બાળકો શું શું કરતાં હોય થછે તેનાથી તેમના માતા-પિતા પણ અજાણ છે. બન્ને પોત પોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે આ બાળકો શું કરે છે તેનો તેમને ખ્યાલ જ નથી. આ બાળકોમાં અવ્વલ આવવાની હોડ છુટી ગઈ છે અને તેઓ હવે ફેસબુકમાં સૌથી વધુ મિત્રો કોના છે કોણ સૌથી વધારે એક્ટિવ છે તેની સ્પર્ધા વધી ગઈ છે.
મેટ્રો શહેરમાં સેક્સનો ચિલો પણ પડી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ઘણાં સ્કૂલ સ્ટૂડન્ટ જેમની ઉંમર ફક્ત 13 વર્ષ છે તેઓ સેક્સ માણી ચુક્યાં છે. આ ઉંમરની છોકરીઓ બજારમાં મળતી ગર્ભ નિરોધક ગોળીઓ લેવા જવામાં શરમાતી નથી તો 13 વર્ષની ઉંમરના છોકરાઓ દુકાનદાર પાસે કોન્ડોમ માંગવામાં અચકાતા નથી.
ચાર ચોપડી ભણીને સ્કીન ટાઈટ કપડા પહેરી નિતંબ ઉલાળતી આજની વેસ્ટર્ન કલ્ચર બેબીઓ કહે છે કે લગ્નેતર સંબંધ કરતા લગ્નપુર્વેના સંબંધો વધુ ડીફરન્ટ અને સ્ટેબલ છે. કારણકે કોઇ-કોઇની જવાબદારી ફિક્સ થતી નથી. પ્રેગનન્સી ચેક કરવા અને પ્રેગનન્સી નિવારવા માટેની કીટ અને દવાઓ દવાની દુકાનોમાં ખુલ્લે આમ વેચાય છે. સાથે સાથે ઇન્ટરનેટ ઉપર “કામસુત્ર” મફતમાં આસન કરાવે છે.
સેથીમાં સિંદૂર પૂરેલી સ્ત્રી સૌભાગ્યવતીનું સૂચક છે.સિંદૂર અને કુમકુમ લગાડવાનો ઇતિહાસ સદીઓથી ચાલ્યો આવે છે. કહેવાય છે કે હિંદુ સંસ્કૃતિમાં ૫૦૦૦ વર્ષોથી આ રિવાજ હજી સુધી યથાવત છે. સિંદૂર શક્તિની દેવી પાર્વતીનું પ્રતીક છે. પરંતુ આજે સિંદૂર અને ચાંદલા માટે લોકો કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આજે સિંદૂર અને ચાંદલો ફક્ત ફેશનમાં જ ગણાય છે. રંગબેરંગી વેલ્વેટમાંથી બનાવવામાં આવતા ચાંદલા એ પોતાનું અસલી મહત્વ ગુમાવી દીધું છે.
નોકરિયાત મહિલાની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. નોકરી કરતી દરેક મહિલાએ પોતાના ડ્રેસિંગ અંગે ચીવટ રાખવી જોઇએ. તમે ભલે ડ્રેસ પહેરો, પણ તે લો-નેક ન હોવા જોઇએ. પારદર્શક કુર્તી, ટોપ કે ટી-શર્ટ ન પહેરવા તેમ જ ડાર્ક કે ભડક કલર્સ ન હોવા જોઇએ. પુરુષો આવી બાબતોની નોંધ લે છે. તમે કોની સાથે કેવી રીતે વાત કરો છો એ પણ મહત્વનું છે. પુરુષકર્મચારી સાથે વાતચીતમાં મર્યાદા રાખવી જરૂરી છે. શેકહેન્ડ કરો પણ વારંવાર ખભે હાથ મૂકીને કે તાળી આપીને વાત કરવી જેવા ફિઝિકલ સિગ્નલ્સ તમારી સ્વચ્છંદી ઇમેજ ઊભી કરે છે.
આજે મહિલાઓ વેસ્ટર્ન કપડા પહેરે છે.ઓછા અને ઉત્તેજક કપડાં પહેરવાના કારણે જ દેશમાં છેડછાડ અને બળાત્કારની ઘટનામાં વધારો થયો છે.આજના આધુનિક યુગમાં પાર્ટીઓમાં જવું, પરમીટરૃમ બીઅર બારોમાં જવું, પબમાં જવું એ બાબત ફેશનનો પર્યાય બની ગઈ છે. પાર્ટીઓનું આયોજન કરવું કે પાર્ટીઓમાં જવા માટે આજે વિશેષ બહાના શોેધવાની જરૃર નથી. આજકાલ તો બિઝનેસથી માંડીને બર્થ-ડે સુધીની પાર્ટીઓનાં આયોજનો અને પાર્ટીઓમાં જવું એ આમ બાબત છે. આવા સ્થળોએ શરાબ અને ધૂમ્રપાનનું સેવન આજના યુવાનો, બિઝનેસમોનો માટે સાવ સામાન્ય બાબત છે.આજના આધુનિક યુગમાં આપણે નારિયેળ પાણી કે લીંબુ પાણીને બદલે કોક અને પેપ્સી જેવા ઠંડા પીણાઓ પીવાનું પસંદ કરીએ છીએ. ઘરના શાક-ભાખરી કે સાદી ઈડલીને બદલે ફેંકી અને બર્ગર તથા શરબતને બદલે શરાબ તરફ વળ્યા છીએ. પરિણામે બ્લડ સુગર, સ્થૂળતા, હૃદયરોગ, વગેરે ભોગ બની રહ્યા છીએ.
પુરુષવર્ગ પારકાને પોતાના બનાવી શકતો નથી એવી પુરુષની નબળાઈ જાણીને તેમજ સ્ત્રી માટે એમ કરવું સહજ હોવાથી સ્ત્રીએ પરણીને પુરુષના ઘરે રહેવાનું પસંદ કર્યું છે. આવી સ્ત્રી ‘લગ્ન’ શબ્દનો અર્થ બરાબર જાણે છે. લગ્ન એટલે જોડાઈ જવું. પોતાની ઓળખ મીટાવીને જેની સાથે જોડાઈ ગયા છીએ એના થઈને ઓળખાવાનું. માટે તો સ્ત્રી પરણ્યા બાદ પતિની અટક અપનાવી લે છે. લગ્નનો અર્થ ન જાણતી હોવાથી આધુનિક નારી લગ્ન બાદ પણ પોતાની સ્વતંત્ર ઓળખ વિકસાવવા ઈચ્છે છે.
સત્યનારાયણની પૂજામાં બધી વિધિ પતિ કરે છે જ્યારે પત્ની, પતિના હાથને હાથ અડકાડે છે. પત્નીની આ મસ્તી(મિજાજ) છે, કે ‘તમે વિધિ બરાબર કરો, હું માત્ર ધ્યાન રાખું છું.’ આટલું ન સમજી શકનારી આધુનિક નારી આજે પોતાનું તરભાણું(ડીસ) અલગ રાખીને પતિની જેમ વિધિ કરે છે. મકાન-દુકાન જેવી સ્થાવર મિલકતો તેમજ બેન્ક-બેલેન્સ તથા રોકડ અને દાગીના પતિના નામે ભલે હોય, ‘બધું મારું જ છે, પતિ માત્ર રખેવાળ છે.’ એવી ભાવના અને વિશ્વાસ ધરાવતી ભારતીય નારીમાં પરિવાર સાથેની આત્મીયતા જોવા મળે છે.સ્ત્રિનુ ભણતર માત્ર નોકરી પુરતુ નથી. વ્ય્વહારિક કામમા પણ કામ આવે છે.સ્ત્રિનો જન્મ શા માટે થયો છે એ જ સ્ત્રિ ભુલી ગઈ છે.
યુવક-યુવતીઓ લગ્નનો લાડુ ખાવા ઉતાવળાં થઈ જાય છે અને લાડુમાં મજા ન આવે તો તેને પડતો મૂકવામાં ઘડીભરની રાહ જોતાં નથી. લગ્નજીવનમાં એડજેસ્ટમેન્ટ કરવામાં થોડી તકલીફ પડે એટલે છૂટાછેડા લઈ લેતા જરાય વાર ન લાગે! નજીવા મુદ્દે છૂટાં પડી જતાં યુગલોને એકબીજા સાથે જોડી રાખવા હવે વ્હારે ધાયા છે મેરેજ કાઉન્સેલર. સામાજિક, આર્થિક,સાંસ્કૃતિક વિટંબણાઓ અને માનસિક કશ્મકશ વચ્ચે લગ્નજીવન ટકાવી રાખવા મેરેજ કાઉન્સેલિંગ બદલાતા સમયની જરૂરિયાત બનતી જાય છે. આધુનિક યુગનાં વરઘોડિયાં સવારે પરણીને સાંજે છૂટાં થઈ જાય એ બાબત હવે જરાય આશ્ચર્ય પમાડતી નથી. દાંપત્ય સંબંધ નિભાવવામાં થોડી પણ તકલીફ પડે એટલે ‘ચલ છૂટા’ કહીને પોતપોતાનો રસ્તો પકડી લેતા પળવારનોય વિલંબ નથી થતો.
આધુનિક દંપતીઓની સહનશક્તિમાં થયેલો ઘટાડો બેવફાઇનું મુખ્ય કારણ છે.પૈસા કમાવવાની ભાગદોડને કારણે કુટુંબીજનો સાથે બે ઘડી બેસવાની ફુરસદ મળતી નથી. રાત પડે થાકીને લોથ થઇ ગયેલા દંપતીઓ લાંબા સમય સુધી સેક્સ પણ માણતા નથી. મનમાં પડેલી જાતીય વૃત્તિઓ છેવટે કામના સ્થળે સતત સાથે રહેતી વિજાતીય વ્યક્તિ તરફ અનાયાસે જ દોરી જાય છે. તેમાંય વળી હવે ઓનલાઇન અથવા મોબાઇલફોન જેવી આધુનિક ટેક્નોલોજીઓ સગવડતાભર્યા સંબંધ માટે લાભદાયક સાબિત થઇ છે.
સામાન્ય રીતે મહિલાઓ લાગણી ભૂખી હોય છે. એટલે તે લાગણીની શોધમાં ઘરનો ઉંબરો ઓળંગી જાય છે. જ્યારે પુરુષો જાતીય સુખને કેન્દ્રમાં રાખીને અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે છે. વળી આધુનિક જીવનશૈલી અને સહેલાઇથી મળી રહેતા વિકલ્પોને કારણે હવે લગ્નેતર સંબંધ રાખવામાં સરળતા રહે છે એમ મનોચિકિત્સકો જણાવે છે.લગ્નેતર સંબંધ ઉપરાંત હાલમાં કોર્પોરેટ કંપનીઓમાં ‘ઓફિસ સ્પાઉસ’ નામનો એક નવો ટ્રેન્ડ શરૃ થયો છેે. આજના કારકિર્દી લક્ષી સ્ત્રી-પુરુષો ઘર કરતાં ઓફિસમાં સૌથી વધુ સમય વિતાવે છે. આથી ઓફિસમાં કલાકો સુધી સાથે કામ કરતી વિજાતીય વ્યક્તિ સાથે લાગણીનો તંતુ બંધાવો સહજ છે. સ્ત્રી અને પુરુષ સહકર્મચારીઓ ઓફિસમાં કામની સાથે પોતાના સુખ અને દુઃખ પણ વહેંચતા હોય છે. અને આ પ્રક્રિયા દરમિયાન તેઓ એકમેકની ખૂબ નજીક આવી જાય છે. શક્ય છે કે તેઓ બંને પરિણીત હોય અને છતાં જીવનસાથી કરતાં વધુ સમય સાથે ગળવાને કારણે એકબીજાને સારી રીતે ઓળખતા હોય. આવા યુગલને ઓફિસ સ્પાઉસ કહેવામાં આવે છે.જીવનસાથીના ચારિત્ર્ય પર શંકા કરનારા દંપતીઓની વધી રહેલી સંખ્યાને કારણે સ્પાયવૅર, ઇલેક્ટ્રોનીક ટ્રેકિંગ સાધનો અને પુરાવા એકઠા કરતી કિટની માગ પણ વધી રહી છે. એક જાસૂસી કંપનીના માલિકે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં બેવફાઇના કેસોમાં ૯૦ ટકાનો વધારો થયો છે. હવે માત્ર નોકરિયાત નહિ પણ ઘરકામમાં જ વ્યસ્ત રહેતી પત્નીઓના પતિ પણ પત્ની પર શંકા કરે છે. સામાન્ય રીતે ૧૫ દિવસની તપાસનો ખર્ચ ૨૫ હજાર રૃપિયા જેટલો થાય છે. પતિ કે પત્ની પર નજર રાખવા માટે જાસૂસ ડિજિટલ વિડિયો કેમેરા અને વિહિકલ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને છેવટે વિડિયો સીડી પર પુરાવા સાથે તેઓ પરિણામ જણાવે છે. હાલમાં મહાનગરોમાં તો જાસૂસીનો વ્યવસાય ધમધમી રહ્યો છે. અને ઘણી મહિલાઓ સુધ્ધાં પતિદેવ પર નજર રાખવા જાસૂસોને ઊંચી કિંમત આપતા અચકાતી નથી. અત્રે નોંધનીય છે કે લગભગ ૩૫ થી ૪૫ વર્ષના સ્ત્રી અને પુરુષો જ મોટાભાગે જાસૂસોની મદદ લેતા હોય છે. ઘણા શંકાશીલ પુરુષો પત્નીની પ્રવૃત્તિની માહિતી મેળવવા ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ (જીપીએસ)નો ઉપયોગ કરે છે. આ ઉપરાંત બેવફા પતિ કે પત્નીની તપાસ માટે હોમ-એવીડન્સ ક્લેક્શન કિટ પણ મળે છે. આ કિટની અંદર ખાસ અષ્ટ્રાવાયોલેટ લાઇટ હોય છે જે છેતરપીંડી કરતાં પતિ કે પત્નીના કપડા પર રહેલા અન્ય વ્યક્તિના પરસેવા કે બીજા પ્રવાહીના ડાઘાને શોધી આપે છે. ઇન્ફિડિલિટી નિષ્ણાતો દગો કરતાં પતિ કે પત્ની પર ચાંપતી નજર રાખવા બાબતે ચોક્કસ પ્રકારના સલાહ-સૂચનો આપે છે.
વ્યવસાયિક ક્ષેત્રે પતિ કરતા પત્ની વધારે સફળ હોય તેવા કિસ્સાઓમાં પેરાનોઈડ જેલસીનું પ્રમાણ વધારે હોય છે. તેમણે જણાવ્યું હતું કે પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા માટે આજના જમાનામાં મોટાભાગની મહિલાઓ નોકરી કે પછી અન્ય કોઈ વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. આવા સંજોગોમાં ગેરસમજ, પુરુષ કલીગ સાથેની મિત્રતા અને કમાણીની દ્રષ્ટિએ પતિ કરતા આગળ નીકળી જતી પરિણીતાઓ મોટાભાગે પતિની શંકાનો ભોગ બનતી હોય છે.
લગ્ન અને છૂટાછેડા એ બે અંતિમો વચ્ચે ઝોલાં ખાતા અને જીવનસાથીના વિશ્વાસનો ભંગ કરી બેવફાઇ કરનારા દંપતીઓની વધતી જતી સંખ્યા હવે સર્વસામાન્ય બાબત ગણાય છે.દંપતીઓ વચ્ચેની અણસમજ અને અસંતોષ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે અને તેઓ પોતાની સમજ વિકસાવવા કે સંતુષ્ટિ મળે તેવા પ્રયાસો કરવાને બદલે સુખની શોધમાં ભટકી ગયા છે. આજની શિક્ષિત, સારી આવક ધરાવતી નારી પતિ સાથે ચણભણ થતાં જ અહમને પોષવા માટે અન્ય પુરુષ તરફ આકર્ષાય છે. કેટલીક નારીઓ તો લગ્નેતર સંબંધને સાહસિક દ્રષ્ટિકોણથી જુએ છે. જ્યારે લગ્નજીવનમાં સતત નિરાશા અને અપેક્ષાભંગનો અનુભવ કરતી પરિણીતા હૂંફ અને સાંત્વના મેળવવા માટે પારિવારિક જીવનની મર્યાદાનો ભંગ કરે છે.
આજના મોડર્નયુગમાં પતિ સાથેનો જાતીય અસંતોષ સુધ્ધાં મહિલાને પરપુરુષ તરફ દોરે છે.