Feeds:
Posts
Comments

Archive for the ‘વાર્તા’ Category

[ સત્યઘટના પર આધારિત, ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

‘મેં આઈ કમ ઈન સર ?’ મેં ફાઈલોમાંથી માથું ઊંચું કરી જોયું તો એક ઊંચો, ગોરો યુવાન ગળામાં ટાઈ અને હાથમાં બ્રિફકેસ સાથે મારી કૅબિનના દરવાજે અંદર આવવાની પરવાનગી માગતો ઊભો હતો. મેં તેને અંદર બોલાવી બેસવા કહ્યું. અચાનક મારું મન ભૂતકાળમાં સરી ગયું. આવનાર યુવાન કૉમર્સ કૉલેજમાં મારો વિદ્યાર્થી હતો. આપણે તેને કરણના નામે ઓળખીએ. કૉલેજમાં તોફાન મસ્તીમાં અગ્રેસર, અભ્યાસ સિવાય કૉલેજની દરેક ઈતર પ્રવૃત્તિમાં ગળાડૂબ. લેકચર ભાગ્યે જ એટેન્ડ કરે, પણ જ્યારે વર્ગમાં હોય ત્યારે પ્રોફેસરને પ્રશ્ન પૂછે એમાં તેની ઊંચી બુદ્ધિમતાનાં દર્શન થાય છતાં પરીક્ષાઓમાં માંડમાંડ પાસ થતો.

એક દિવસ મેં એને સ્ટાફ રૂમમાં બોલાવી કહ્યું કે તે ખૂબ હોશિયાર છે, પણ અભ્યાસક્રમમાં ધ્યાન રાખવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ જ કરતો રહેશે તો ભવિષ્યમાં પસ્તાવો થશે. મારી વિગતવાર સમજાવવાની રીત એને ગળે ઊતરી ગઈ કે કેમ પણ તેણે બધી ઈતર પ્રવૃત્તિ ઓછી કરી સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં પરોવ્યું. બુદ્ધિશાળી અને હોશિયાર તો હતો જ અને પરીક્ષા વખતે ખૂબ મહેનત કરી તેથી બી.કૉમમાં ફર્સ્ટ કલાસ સાથે પાસ થયો. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે મીઠાઈનું બૉક્સ લઈ મને મળવા આવ્યો અને મેં એને સલાહ અને માર્ગદર્શન આપેલ તે બદલ એણે મારો આભાર માન્યો. આગળ સી.એ.નો અભ્યાસ કરશે એમ કહી તેણે ત્યારે વિદાય લીધી’તી. એ કરણ આજે વર્ષો પછી મને મળવા આવ્યો ત્યારે એ સી.એ. થઈ ગયો હતો, વિદેશમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં ફાઈનાન્સ કન્ટ્રોલર તરીકે કામ કરતો હતો. એનો વાર્ષિક પગાર હજારો નહીં બલકે લાખો રૂપિયા હતો.

‘યસ કરણ વ્હોટ બ્રિંગ્સ યુ હીયર ?’ વર્ષો પછી મળ્યો હોવા છતાં મને તેનું નામ પણ યાદ હતું એ જાણીને એ રાજી થયો.
‘સર, આઈ હેવ સિરિયસ સોશ્યલ પ્રોબ્લેમ ઍન્ડ આઈ નીડ યોર એડવાઈઝ ઍન્ડ હેલ્પ…’ ‘સર, મારો એક ગંભીર સામાજિક પ્રોબ્લેમ છે જેમાં મને તમારી સલાહ અને મદદની જરૂર છે.’ એમ પ્રત્યુત્તરમાં કહી તેણે પોતાની સમસ્યા મને વિગતવાર કહી જે નીચે મુજબ હતી :

લગભગ સાત-આઠ મહિના પહેલાં કરણની ઈન્ટરનેટ દ્વારા એક યુવતી સાથે મૈત્રી થઈ. એમ.બી.એ. પાસ કરી તે બેંગલોરમાં એક બહુરાષ્ટ્રિય કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતી હતી અને તેનો પગાર પણ લાખો રૂપિયામાં હતો. બન્નેની મૈત્રી પ્રેમમાં પરિવર્તિત થઈ અને બન્નેએ જીવનસાથી બનવાનું નક્કી કર્યું ત્યારે યુવતીએ કરણને કહ્યું કે તેના કુટુંબની આર્થિક હાલત નબળી છે તેથી લગ્ન પછી પણ તેણે તેના કુટુંબને થોડીઘણી આર્થિક મદદ કરવી પડશે. કરણને એનો કોઈ વાંધો નહોતો. સાત-આઠ મહિના ઈન્ટરનેટ પર ચેટિંગ કરવા ઉપરાંત ચાર-પાંચ વખત રૂબરૂ પર મળ્યાં હતાં. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. કરણના કુટુંબ તરફથી કંકોતરી પણ વહેંચાઈ ગઈ હતી અને અચાનક યુવતી લગ્ન કરવાની ના પાડતી’તી.

લગ્નની ના પાડવા માટે તેણીએ કરણને કહેલ કારણ કરણે મને કહ્યાં ત્યારે મને તેમાં તથ્ય ન લાગ્યું. અને કારણ કંઈક બીજું જ હોવું જોઈએ જે પેલી છોકરીએ કહ્યું નહોતું અથવા કહી શકતી નહોતી અમે મને લાગ્યું. શક્ય હોય તો મારે તેણીની સાથે રૂબરૂ વાત કરવી છે એમ મેં જ્યારે કરણને કહ્યું ત્યારે કરણે મને તેનો ફોન નંબર આપ્યો. મેં ફોન જોડી મારો પરિચય આપી, ફોન કરવાનું કારણ કહ્યું ત્યારે તેણીએ સામેથી કહ્યું કે તે બીજે દિવસે રૂબરૂ આવીને મારી સાથે વાત કરશે. વધુમાં એણે કહ્યું કે તે પણ મારી કૉલેજની વિદ્યાર્થીની હતી.

બીજે દિવસે નિર્ધારિત સમયે કન્યા મને મળવા આવી. સાથે તેના પિતા અને અન્ય બે સંબંધી હતા. કન્યાના પિતા ગુસ્સામાં હતા અને સંબંધીઓ મુંઝાયેલા લાગતા હતા. વાતાવરણ પરથી મને લાગ્યું કે મારી કામગીરી બહુ કપરી હતી, પણ અંતરઆત્માનો અવાજ કહેતો હતો કે કોઈક માર્ગ જરૂર નીકળશે. મેં છોકરીને તેની તકલીફ જણાવવા કહ્યું ત્યારે તેના પિતા તાડૂક્યા કે તેમને લગ્નની બિલકુલ ઈચ્છા નથી, પછી મારે તેના કારણ જાણવાની શી જરૂર છે ? મને અણસાર આવ્યો કે કન્યા કરતાં તેના પિતાને વાંધો હતો. મેં તેમને સમજાય તે ભાષામાં કહ્યું કે લગ્ન કરવાનું જે બન્ને જણાએ નક્કી કર્યું છે તેમને જ તે અંગે નિર્ણય કરવા દો. કન્યા સાથે મેં એકાંતમાં વાત કરવાની ઈચ્છા દર્શાવી, જે પિતાએ સાથે આવેલા સંબંધીઓની શરમને કારણે કચવાતે મને માન્ય રાખી. સાથે આવેલાને બહાર બેસાડી મેં કન્યાને નિખાલસપણે અને પ્રમાણિકપણે કારણો કહેવા કહ્યું. શરૂઆતમાં તેણે આપેલાં કારણોમાં દમ નહોતો, પણ મેં તેને વિશ્વાસમાં લઈ ઊલટતપાસ કરી તો તે જોરજોરથી રડવા લાગી. પાણી આપી તેને સાંત્વન આપ્યું.

રડવાથી મન હલકું થયા પછી તે બોલી કે લગ્ન પછી હું નોકરી ચાલુ રાખું અને મારો આખો પગાર મારા પિતાને આપું તો જ તેઓ લગ્ન કરવા દેશે, પણ તેણે મને આ વાત કહી છે એમ તેના પિતાને ન કહેવું. આગળ તેણે કહ્યું કે તેની માતા પણ તેના પિતાની બાજુ લે છે. મેં જ્યારે કહ્યું કે લગ્નને બે જ દિવસની વાર છે ત્યારે તેણે મા-બાપના વિરોધની પરવા ન કરવી જોઈએ ત્યારે તે બોલી કે જો તે તેમ કરે તો તેના બાપુજી આપઘાત કરવાની ધમકી આપે છે. મામલો ખરેખર ગંભીર હતો. બાજુની કૅબિનમાં બેસાડી કન્યાએ કહેલ કારણની વાત કરણને કહી, તો તેનું પંજાબી લોહી ઊકળી ઊઠ્યું. લગ્ન પછી પણ કન્યાના કુટુંબને જરૂર પડ્યે આર્થિક મદદ કરવા તે તૈયાર હતો. લગ્ન પછી તેની પત્ની નોકરી ન કરે તોપણ તેને વાંધો નહોતો, પણ લગ્ન પછી પતિ-પત્નીએ શું કરવું એ નક્કી કરવાનો કન્યાના પિતાને શો હક્ક છે એવા એના સવાલમાં તથ્ય હતું. મેં એને કહ્યું કે તો પછી લગ્ન ન કરવાના કન્યાના નિર્ણયને સ્વીકારવા સિવાય બીજો માર્ગ નહોતો. આ વાત પણ કરણને માન્ય નહોતી, કારણ કે તેના હજારેક જેટલા નિમંત્રિતોને કંકોતરી અપાઈ ગઈ હતી અને તેની ત્રણ નાની બહેનોનાં લગ્ન કરવાનાં બાકી હતાં જેમાં મુશ્કેલી આવે એમ હતું. છેવટે મેં સૂચવ્યું કે તેઓ બન્નેએ એકાંતમાં બેસી માર્ગ કાઢવાનો પ્રયત્ન કરવો જે તેણે માન્ય રાખ્યું.

કન્યાના પિતાને જ્યારે મેં સૂચવ્યું કે છોકરો-છોકરી સાથે બેસીને પોતાનું ભાવિ નક્કી કરે ત્યારે ફરી પાછું, ‘અમારે લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી તો સમય બગાડવાનો શું અર્થ છે ?’ એવું ગાણું તેમણે ગાયું. સાથે આવેલાઓએ એમને ખૂબ સમજાવ્યા ત્યારે દસ મિનિટથી વધારે નહીં એ શરતે કચવાતે મને કબૂલ થયા. પંદરેક મિનિટ થઈ એટલે કન્યાના પિતા ઊંચા-નીચા થવા લાગ્યા અને વીસ મિનિટ પછી કૅબિનમાં ધસી જઈ કન્યાનો હાથ પકડી બહાર ખેંચતા બૂમો પાડવા લાગ્યા. મેં તેમને મારી રીતે શાંત પાડી સમજાવ્યું કે જ્યાં સુધી તેઓ બન્ને બહાર ન આવે ત્યાં સુધી તેમણે દખલ ન કરવી. થોડી વાર બાદ કરણ અને તેની ભાવિ પત્નીએ મને કૅબિનમાં બોલાવીને કહ્યું કે કરણે કન્યાની શરત માન્ય રાખી છે. કરણના ચહેરા પર ખુશી કરતાં મજબૂરી અને આક્રોશ વધારે દેખાતાં હતાં. કન્યા પણ શરત મંજૂર રખાવવા બદલ ખુશ નહીં, પણ અસહાય અને લાચાર લાગતી હતી. ત્યાર બાદ કન્યાના પિતાને કૅબિનમાં બોલાવી કહ્યું કે તેમની શરત કરણને માન્ય છે ત્યારે એ મહાન પિતાએ મને કહ્યું કે મારે તેમની આ શરતની વાત તેમના કોઈ સગાસંબંધીમાં ન કહેવી, નહીં તો તેમની આબરૂ (?) જશે.

છેવટે બે દિવસ પછી કરણનાં લગ્ન થયાં. એ વાતને આજે એક વર્ષથી વધારે સમય થઈ ગયો. હજી પણ કરણ વિદેશમાં અને તેની પત્ની ભારતમાં નોકરી કરે છે. કરણને લગ્નમાં રસ જ નથી રહ્યો. કન્યાના પિતાની કન્યાના આખેઆખા પગારની વસૂલી હજી ચાલુ જ છે. આવાં માવતર ?

Advertisements

Read Full Post »

ગુજરાતી અને હીન્દી સાથે એમ. એ. સુધીનો અભ્યાસ કરીને પારેખ કૉલેજ, મહુવા, (સૌરાષ્ટ્ર)માં સાહીત્યના પ્રાધ્યાપક તરીકે સફળ અધ્યાપન કાર્ય કરીને નીવૃત્ત થયેલા તેમ જ ૩૫ વર્ષથી રૅશનલ જીવન જીવતા પ્રો. જે. પી. મહેતા‘મધુબીન્દુ’ એ અગાઉ લખીને પ્રકાશીત કરેલી કેટલીક રૅશનલ પુસ્તીકાઓમાંથી અમુક વીચારો ચુંટીને ‘શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ’ નામક પુસ્તીકામાં સમાવ્યા છે. ‘અભીવ્યક્તી’ બ્લોગના વાચકમીત્રો અને વડીલો માટે આ પુસ્તીકામાંથી વીણેલા વીચારો અત્રે પ્રસ્તુત કર્યાં છે:

–ગોવીન્દ મારુ


શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ

‘જે દેશમાં – ધર્મમાં – કરોડો લોકો અર્ધા ભુખે મરે છે અને લાખો સાધુઓ ગરીબોનાં લોહી ચુંસી પેટ ભરે છે; છતાં તેમના ઉદ્ધારનો વીચાર થતો નથી એ તે દેશ છે કે દોજખ ? નર્ક ? એ તે ધર્મપાલન કે શૈતાનનું તાંડવ ?’–સ્વામી વીવેકાનન્દ

૧૪

‘મને નથી લાગતું કે જગતમાં ક્યારેય પણ ચમત્કારો થયા હોય અને થવાના પણ નથી જ. એટલે બુદ્ધીમાં ન ઉતરે તેવું બને ત્યારે તે કેવી રીતે ને શા માટે બન્યું તે જાણવા સંશોધન કરવું જોઈએ.’–ઓશો રજનીશ

૧૫

‘જેમનામાં ભ્રમ–વીભ્રમ, પરાશક્તી, ટેલીપથી, અંત:પ્રેરણા, દૈવી તાકાત, વળગાડ, માતાજી કે ભુતપ્રેત પ્રવેશ થાય છે, તે લોકો સ્કીઝોટાઈપ પર્સનાલીટી ડીસઓર્ડર અર્થાત્ વળગાડ યુક્ત, ભ્રામક વ્યક્તીત્વવાળાં છે ને આ મનોરોગ છે.’–ડૉ. મુકુલ ચોકસી, મનોચીકીત્સક, સુરત

૧૬

‘વીજ્ઞાનની ડીગ્રીઓ મેળવવાથી કાંઈ વૈજ્ઞાનીક અભીગમ કેળવાતો નથી. સેંકડો ડૉક્ટરો, ઈજનેરો, વૈજ્ઞાનીકો બાવા–બાપુઓના પગે પડે છે. શ્રીફળ વધેરી દવાખાનાંનાં ઉદ્ધાટન કરે છે, કમ્પ્યુટરને હાર પહેરાવી તેની પુજા કરે છે, કમ્પ્યુટરમાં કુંડળી કઢાવે છે ! આ બધું તુત છે, વીજ્ઞાનના નીયમો સમજવા માટે ખુલ્લી ને તીક્ષણ બુદ્ધી ને તર્ક જોઈએ’–પ્રા. રમણ પાઠક

૧૭

એકપણ બાવા–બાપુ, મૌલવી કે પ્રીસ્ટ–પાદરીએ મંદીર-મસ્જીદ કે ચર્ચમાં માનવ જાતને કલ્યાણકારી લાઈટ, ફોન, ફ્રીજ, ટી.વી., કમ્પ્યુટર વગેરેની એકપણ શોધ કરી નથી ને છતાં તે બધી સગવડોનો ભરપુર ઉપયોગ કરી, જે થાળીમાં જમે તેમાં થુંકે – તેમ વીજ્ઞાનની જ ટીકા કરે છે. જ્યારે વૈજ્ઞાનીક– મહીનાઓ સુધી પ્રયોગશાળામાં ગોંધાઈ, જીવનનાં તમામ સુખ–વૈભવ ત્યજી પોતાનાં ધ્યેયનાં સંશોધનમાં મગ્ન રહે છે. માટે જ જય વીજ્ઞાન, જય વૈજ્ઞાનીક ને જય જય વૈજ્ઞાનીક દૃષ્ટી !’–પ્રો. જે. પી. મહેતા, ‘મધુબીન્દુ’

૧૮

‘આપણે ધાર્મીક ક્રીયાકાંડ, વીધી–વીધાન કરી જે તન-મન-ધનનો બગાડ કરીએ છીએ, ઉત્પાદક શ્રમ કરતાં નથી, પ્રાર્થના–પુજામાં સમય વેડફીએ છીએ, યજ્ઞોમાં કીમતી ઘી–તેલ–જવ–તલ–શ્રીફળનો વીનાશ કરીએ છીએ. ડૉ. પાસે જવાને બદલે ભુવા, તાન્ત્રીકો પાસે જઈ કે બાધા આખડી રાખી બરબાદ થઈએ છીએ – આ બધી બેવકુફીને અન્ધશ્રદ્ધાના મુળ ગરીબી, અજ્ઞાન અને સૌથી વધુ ધર્માન્ધતામાં જ છે.’– ડૉ. કોવુર

૨૪

‘આપણે હજીપણ સીદ્ધાન્તજડ ધર્મની જરી પુરાણી, નીતી–રીતી, માન્યતાઓને વીધીનીષેધ છોડતાં નથી ને છતાં વીજ્ઞાની હોવાનો જુઠો દાવો કરીએ છીએ, આ નર્યો વીરોધાભાસ છે.’–જવાહરલાલ નહેરુ

૨૬

‘મેં મારા ૬૦ વર્ષની સાધુ જીન્દગીમાં આખો હીમાલય ફર્યા પછી ક્યાંય–કદી જોયું નથી કે હીમાલયના સાધુબાવાઓ (૧) સદીઓ સુધી જીવે છે. (૨) તેઓ નીરાહારી રહી વર્ષો કાઢી શકે છે. (૩) તેઓમાં મૃત સંજીવની, આકાશગમન, ચમત્કારી જડીબુટ્ટી વગેરેની કોઈ જ સીદ્ધી નથી જ નથી. મેં મારી દીર્ધ જીન્દગીમાં કદી એકપણ ચમત્કાર જોયો નથી. અન્ધશ્રદ્ધા માનવને જડ, ઝનુનીને અજ્ઞાની જ બનાવે છે.’–સ્વામી આનન્દ, ગાંધીજીના હીમાલયવાસી શીષ્ય

૨૯

‘પાહન પુજે હરી મીલે તો મેં પુજું પહાર’ –કબીર 

(જડ પથ્થર મુર્તી–પુજાના વીરોધમાં કબીરજી કહે છે કે જો પથ્થર પુજવાથી પ્રભુ મળતાં હોય તો હું આખો પર્વત જ પુજીશ. અર્થાત્ જડમુર્તી પુજા નીરર્થક જ છે.)

૪૩

‘ખગોળ, ભૌતીક, રસાયણ અને જીવશાસ્ત્રનાં વીવીધ વીજ્ઞાનક્ષેત્રોના વીશ્વના ૧૮૫ જેટલા વીજ્ઞાનીઓએ (જેમાંના ઘણા તો નોબેલ પ્રાઈઝ વીજેતા છે) અમેરીકન સામયીક ‘હ્યુમેનીસ્ટ’ના ઓક્ટોબર, ૧૯૭૫ના અંકમાં એકી અવાજે જાહેર કર્યું છે કે મંત્ર–તંત્ર–જાદુ–ચમત્કારો–ભુતપ્રેત, જ્યોતીષ વગેરે અન્ધશ્રદ્ધા જ છે કે જેને કોઈજ વૈજ્ઞાનીક આધાર નથી.’–વલ્લ્ભભાઈ ઈટાલીયા

૪૯

‘ભારતમાં બુદ્ધીશાળી, બુદ્ધીજીવી પ્રજા છે પણ બુદ્ધીનીષ્ઠા નથી. સરકાર આયોજીત સમારમ્ભની ગુજરાતી ફીલ્મોમાંથી ૨૬ ફીલ્મોમાં માતાજીના ચમત્કારો હતા !’–રજનીકુમાર પંડ્યા

૫૬

‘સુખી ને સમૃદ્ધ થવા માટે યજ્ઞો કરનારા ભારતનો, વીશ્વસમૃદ્ધીમાં ૧૦૨મો નંબર છે. વીશ્વના ૧૦૧ દેશો યજ્ઞો ન કરવા છતાં આપણા કરતાં વધુ સમૃદ્ધ છે. અર્થાત્ યજ્ઞો એટલે કીમતી સામગ્રી આગમાં બાળવી. ગ્રામજનોને શુદ્ધ પેયજળ મળતું નથી; ત્યાં તમે કીલોબન્ધ શુદ્ધ ઘી બાળો તો તમે માનવ કે દાનવ ?’–સ્વામી સચ્ચીદાનન્દ

૬૫

‘એક જ ગામમાં એકી સાથે સેંકડો મન્દીર-(દા.ત. હરીદ્વાર, કાશી કે વૃન્દાવનમાં) એ પ્રજાના તન–મન–ધનનો બગાડ જ છે. સામ્પ્રદાયીક સામૈયા એ પણ નીષેધ કરવા યોગ્ય કુપ્રવૃત્તી જ છે. બાપુઓની-કથાકારોની પધરામણી મુર્ખ ભક્તોના ગુલામી માનસની જ ઉપજ છે. આટલા બધા યજ્ઞો-ધર્મશીબીરો-જ્ઞાનયજ્ઞો-સત્કાર સમારંભો વગેરે બધું જ ત્યાજ્ય નીંદનીય છે. કહેવાતા ચમત્કારોથી ધુતારા ધર્મગુરુઓ ભોળા પણ લોભી ચેલાઓને ધુતે છે. આ બધો જ અધર્મ છે. દેશની સમગ્ર પ્રજા જ્યારે કર્મઠ, ભૌતીકવાદી, જ્ઞાની, ભ્રમમુક્ત, ધર્મ-સમ્પ્રદાય મુક્ત થશે ત્યારે જ દેશનો ઉદ્ધાર છે. સાધુઓની કામલીલાઓને લમ્પટલીલાઓ વારમ્વાર છાપાંઓમાં આવે છે. છતાં લોકો આ કહેવાતા પ.પુ.ધ.ધુ.નાં ચરણ છોડતા નથી, આ પ્રજાના પતનની નીશાની છે. ઢોંગી ધર્મગુરુ કરતાં પણ તેને પોષતી પ્રજા વધુ ધીક્કારને પાત્ર છે.’–સ્વામી સચ્ચીદાનન્દ ● (પ્રશ્નોના મુળમાં)

૭૭

‘જેની પાસે કશું નથી તે ધર્મ શ્રદ્ધાનો કે ધર્મ કાનુનનો ગેરલાભ લઈ જીવે છે. સમાજ જેટલો ગરીબ – પછાત – અજ્ઞાની – અન્ધશ્રદ્ધાળુ તેટલા ધર્મગુરુઓને ઘીકેળાં ! માનવ કે સમાજ પાસે જેમ જેમ જ્ઞાન, વીવેક, સમજણ અને સમૃદ્ધી આવે તેમ તેમ ધર્માન્ધતા ઓછી થાય છે. રાજકારણીઓ ધર્મને હાથો બનાવી ‘જેહાદ’ની કુભાવના જગાવે છે તે ધર્મનો દુરુપયોગ છે. દુનીયા ફક્ત ધર્માન્ધતાથી નથી ચાલતી. તે તો ચાલે છે ખેતરો-કારખાનાનાં ઉત્પાદનો, નવી નવી વૈજ્ઞાનીક શોધ તથા ભલા માનવોની વીવેકબુદ્ધીથી.’–નગીનદાસ સંધવી

૮૩

‘કોઈ માણસને પરમેશ્વર કે મસીહા માનીને ભ્રમમાં જીવશો નહીં. કોઈ મહાનમાં મહાન ગણાતો માનવ પણ ભુલ ન જ કરે તેમ ન માનશો. વેદોમાં મુર્તીપુજા કે ગંગાપુજા નથી.   – મહર્ષી દયાનન્દજી ● (આર્યસ્માજના સ્થાપક)

૯૮

‘પુજા પાઠ કરાવીને કે ગ્રહનક્ષત્ર આદીનાં ફળ દર્શાવીને પ્રજાને ભયભીત કરતા પુરોહીતોને બ્રાહ્મણ વર્ગમાંથી હાંકી કાઢો.’–મહાભારત

૧૦૧

‘આત્મા–પરમાત્મા એ કેવળ કલ્પનાઓ છે. માનવ જન્મે ત્યારે કોઈ જ પાપ પુણ્યનાં પોટલાં લઈને પેદા થતો નથી. તો પછી પુર્વજન્મ કે પુનર્જન્મની ધારણા ખોટી છે.’– ‘ભારત રત્ન’–મહર્ષી કર્વે ● કેળવણીકાર

૧૦૨

‘જગત જે રીતે વીષમતા તથા ઘૃણાથી ભરાઈ રહ્યું છે તે જોતાં જગતનો કોઈ કર્તા છે, ને તે વળી દયાળુ છે; તે તો માની જ ન શકાય.’–કપીલ મુની

૧૧૪

‘સમાજ વીજ્ઞાનનો ક-ખ-ગ નહીં જાણનારા કથાકારો બાપુઓ બહુ કાલુ કાલુ બોલે છે. કથાઓ માત્ર કૉમર્સ છે. કથા પાછળ જે જંગી ખર્ચા થાય છે તે કરચોરો, સંઘરાખોરો ને કટકી બાજ નેતાઓ આપે છે. બાપુઓ ઉપદેશમાં શુરા છે; પણ અંગત જીવનમાં તદ્દન વીલાસીને ભોગાસક્ત છે. એને ચલાવવા માટે પબ્લીક રીલેશનની અદ્ ભુત ટેકનીક બાપુઓ પાસે છે. માટે જ લાખો ભક્તોને આકર્ષી તેમના તન-મન-ધનનું શોષણ કરે છે.’–ઈન્દુકુમાર જાની, તંત્રી ‘નયામાર્ગ’ (બૈઠ પથ્થરકી નાવ)માંથી

૧૨૪

‘આ બધા ધર્મોએ હીન્દને એક કેદખાનું બનાવી દીધું છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના કટ્ટર શત્રુ બને, તો તેમાં રાષ્ટ્રીય એકતા આવે ?–શહીદ ભગતસીંહ

૧૨૫

‘જેને આપણે ધર્મગ્રંથો કહીએ છીએ તે બધા જ પુરા ધર્મવીચારથી ભરેલા નથી. ‘મહાભારત’, ‘મનુસ્મૃતી’, ‘કુરાન’, ‘બાઈબલ’ વગેરે દરેકની મર્યાદા છે. તેથી જ કોઈ એક ધર્મગ્રંથ ને પ્રમાણીને ચાલવાની વાત ખોટી છે. આજે ધર્મસંસ્થાઓની સમાજ પર ઘણી જ ખરાબ અસર થઈ છે. મારું માનવું છે કે વીજ્ઞાનયુગમાં મજહબ કે સમ્પ્રદાયને કોઈ જ સ્થાન નથી. ધર્મ પણ એક જ હોય અને તે માનવ ધર્મ.’  – વીનોબા ભાવે

૧૩૦

‘વૈદીક મન્ત્રોની શક્તીથી મુર્તીમાં દીવ્યત્વ આવે છે કે નામસ્મરણ કરવાથી ઈશ્વર દર્શન દે છે કે સાધુની દીવ્યશક્તીથી ચમત્કારો થાય છે : આવી અન્ધશ્રદ્ધાથી સમાજ છતી આંખે આંધળો થાય તો પછી વાંક કોનો ?’–કેદારનાથજી

૧૩૪

‘પોતે હરીને ન જાણે લેશ, કાઢી બેઠા ગુરુનો વેશ, એક એક કહે માહરો પંથ જયમ ગુણકા એ ધાર્યો કંથ’, ‘લોભી ગુરુ લાલચી પેલા દોંનો ખેલે દાવ ભવસાગરમેં ડુબતે બૈઠ પથ્થર કી નાવ’–કવી અખા ભગત

 

Read Full Post »

મેં સ્ટેથોસ્કોપ ઉઠાવીને સુલતાનાની છાતી પર મૂક્યું, બાપ રે! એના હૃદયમાં તો જાણે ટાઇમ બોમ્બ ‘ટિક ટિક’ કરી રહ્યો હતો! આવી બીમારીમાં એને બેહોશીનું ઇન્જેકશન આપવું એટલે એને જિંદગીના શિખર પરથી મોતની ખીણમાં ધક્કો મારવો એના જેવું હતું.
‘હેલ્લો! ડૉ. રાવલ? આઇ એમ ડૉ. ઠાકર. મારે એક પેશન્ટનું ઓપરેશન કરવાનું છે. તમે એનેસ્થેશિયા માટે આવી શકશો?’ એક રવિવારે સવારે દસ વાગ્યાના સુમારે મેં બેહોશી માટેના ખાસ ડોક્ટરને ફોન કર્યો. એમણે બગાસું ખાધું, ‘દરદીની વિગત જણાવી શકશો?’ આ એક ‘રૂટીન’ પ્રશ્ન હતો. કોઇપણ એનેસ્થેટિસ્ટ ફોન ઉપર જ દરદી વિશે, એની બીમારી વિશે, બ્લડપ્રેશર અને ઓપરેશનની ગંભીરતા વિશે પૂછપરછ કરી જ લે છે. આમ કરવાથી ફાયદો દરદીને જ થતો હોય છે. ડોક્ટર એના ઘરેથી નીકળીને અમારા ઓપરેશન થિએટરમાં દાખલ થાય ત્યાં સુધીમાં એ માનસિક રીતે સજજ થઇ જાય છે. ઓપરેશન દરમિયાન કઇ કઇ તકલીફો શક્યત: ઉત્પન્ન થઇ શકે તેમ છે અને જો એવું કંઇ થાય તો એને પહોંચી વળવા માટે ક્યાં ક્યાં ઇન્જેકશનો તૈયાર હોવા જોઇએ અને માનસિક ગણતરી એ કરી રાખે છે.
મેં સુલતાનાની બીમારી વિશે ત્રણ-ચાર ટૂંકાં વાક્યો કહ્યાં, ત્યાં જ ડૉ. રાવલે ફોન કાપી નાખ્યો, આવું બોલીને: ‘મિત્ર, તમે ગાંડા થયા છો? આ દરદીનું ઓપરેશન કરવાથી તમને ને મને શું મળશે? ધકેલી દો એને જનરલ હોસ્પિટલમાં.’મારી યાદીમાં સાત-આઠ એનેસ્થેટીસ્ટ્સનાં નામો અને ફોન નંબર્સ હતાં. મેં બીજાનો નંબર લગાડ્યો. એ જ સવાલ-જવાબ. ફરી પાછો ફોન મુકાઇ ગયો. અલબત્ત, આ વાક્ય સાથે, ‘ગાંડા થયા છો? પેશન્ટ તો બચી શકે તેમ નથી, પણ તમે મરી જશો. હું તો નહીં જ આવું. તમને પણ સલાહ આપું છું, ઓપરેશન ન કરશો.
તમને શું મળવાનું છે?’ત્રીજા એનેસ્થેટીસ્ટ. ત્રીજી સલાહ, ‘એક વાત માનશો મારી? જે ગાયનેકોલોજિસ્ટ તમારો હરીફ કે દુશ્મન હોય, એના દવાખાને એ દરદીને મોકલી આપો! મરશે તો એ મરશે. આમેય તે આ ઓપરેશન કરવાથી તમને શું મળી જવાનું છે? બે લાખ? પાંચ લાખ?’છેક સાતમા ડોક્ટર મિત્રે ચાના કપ-રકાબીના બેક ગ્રાઉન્ડ મ્યુઝિક સાથે સલાહ ફરમાવી, ‘એશ કરોને યાર! આજે રવિવારે ક્યાં આવી જફા લઇને બેઠા છો! કલાકની અંદર મારા ઘરે આવી જાવ! ભાભીને અને બાળકોને લઇને! ફાર્મ ઉપર જઇશું. હસીશું-ખેલીશું. સ્વિમિંગ પુલમાં મસ્તી કરીશું. પછી લંચ માણીશું. અને આમ પણ આ ગરીબ પેશન્ટ તમને શું આપી દેવાનું છે?’
સાતેય મિત્રો સાચા હતા. સુલતાના જમાલપુરની ગરીબ ઔરત હતી. એનો પતિ હનીફ મજદૂરી કરીને રોજ રાત્રે જે ચંદ રૂપિયા રળી લાવતો હતો એમાંથી બીજા દિવસની રોટી બનતી હતી. આખા વર્ષનું તેલ, અનાજ અને મસાલાઓ સિઝનમાં એક વાર એક સાથે ખરીદી લેનારા સુખી જીવોને કદાચ એ વાતની જાણ પણ નહીં હોય કે આ દેશના કરોડો લોકો ઘર-વપરાશનું મીઠું, મરચું, હળદર અને તેલ પણ રોજનું રોજ ખરીદતા હોય છે. સુલતાના પણ આવી જ એક સ્ત્રી હતી.
એક રવિવારે હનીફ મિયાં અચાનક પત્નીને લઇને મારી પાસે આવી પહોંચ્યા. સુલતાનાને જોઇને જ હું હબકી ગયો. સાવ ધોળો ફક્ક ચહેરો. જીભ પર જરા પણ ગુલાબી ઝાંય નહીં. પેઢુનો ભયંકર દુ:ખાવો અને થોડોક રક્તસ્રાવ. થોડી થોડી વારે બેઠી હોય ત્યાંથી ચક્કર ખાઇને પડી જાય. નિદાન એંશી ટકા જેવું તો મારા મનમાં બંધાઇ ગયું. ચેકઅપ કર્યા પછી ઓગણીસ ટકા બીજા ઉમેરાઇ ગયા. નવ્વાણું ટકા જેટલી ખાતરી સાથે કહી શકાય કે સુલતાનાની ફેલોપિઅન ટ્યૂબમાં ગર્ભ હતો અને એ નળી ફાટી જવાના કારણે પેટની અંદર જોરદાર રક્તસ્રાવ થઇ રહ્યો હતો, પણ એક ટકા જેટલી ચોકસાઇ કરવાની હજુ બાકી હતી.
મેં મારા સોનોલોજિસ્ટને ફોન કર્યો. ત્યારે અમદાવાદમાં હજુ સોનોગ્રાફીનાં મશીન આટલી મોટી સંખ્યામાં ઉપલબ્ધ થયાં ન હતાં. અને આ મિત્ર આજે પણ સોનોગ્રાફીની બાબતમાં ગુજરાતનાં શીર્ષસ્થ ત્રણ નામોમાંના એક ગણાય છે. મિત્ર એમનું પોટેંબલ મશીન લઇને આવી ગયા. એમના મનમાં રવિવારની સવાર બગડવાનો કચવાટ ન જન્મે એ માટે મેં આગોતરા જ ચેતવી દીધા હતા, ‘પેશન્ટ સાવ જ ગરીબ છે. ફીની આશા ઘરે જ મૂકીને આવજો. વધુમાં વધુ પચાસ રૂપિયા હનીફભાઇ પાસેથી હું અપાવી શકીશ.’
‘રહેવા દો, શરદભાઇ! આટલે દૂરથી ગાડીમાં આવવાના પેટ્રોલનો ખર્ચો જ વધારે થશે. હું એમ ને એમ આવું છું.’ એ આવ્યા, દરદીને ઓપરેશન થિએટરના ટેબલ પર સૂવડાવીને એમણે તપાસ કરી. પછી ચિંતાથી છલોછલ અવાજે બોલ્યા, ‘દરદીની હાલત ગંભીર છે. પેટમાં ખૂનનું તળાવ ભરાયું છે. અરજન્ટ ઓપરેશનની જરૂર છે આને. યોર ડાયગ્નોસિસ ઇઝ કરેકટ. શી ઇઝ એ કેસ ઓફ એકયુટ રપ્ચર ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. વિશ યુ ઓલ ધ બેસ્ટ!’
એમનો સામાન સમેટીને ડોક્ટર ગયા. જતાં જતાં મારા કાનમાં અશુભ સમચાર નાખતા ગયા, ‘આજનું અખબાર વાંચ્યું? અમદાવાદની તમામ જનરલ હોસ્પિટલ્સના જુનિયર ડોક્ટર્સ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ગયા છે.’ એમનો સંકેત સ્પષ્ટ હતો, સુલતાનાનું ઓપરેશન મારા જ લમણે લખાયેલું હતું. હું ધારું તો પણ એને હવે જનરલ હોસ્પિટલમાં ‘શિફ્ટ’ કરી શકું તેમ ન હતો. જો હજુયે કંઇ બાકી રહેતું હતું તો એ હનીફ મિયાંએ પૂરું કર્યું. ‘સા’બ, મૈં જાન ગયા હૂં કિ સુલતાના કા ઓપરેશન કરના પડેગા. આપ કે ચહેરે સે મૈં અંદાઝા લગા સકતા હૂં. લેકિન મૈં કુછ કહેના ચાહતા હૂં.’
‘કહો!’ મેં માથું હલાવ્યું. એણે માહિતી-વિસ્ફોટ કર્યો, ‘મેરી બીવી કો પૈદાઇશી બીમારી હૈ. ઉસ કે દિલ મેં છેદ હૈ. ડોક્ટરને તો શાદી કરને સે હી મના કર દિયા થા. કહા થા કિ અગર સુવાવડ કી નૌબત આઇ તો સુલતાના મર જાયેગી.’મેં સ્ટેથોસ્કોપ ઉઠાવીને સુલતાનાની છાતી પર મૂક્યું, બાપ રે! એના હૃદયમાં તો જાણે ટાઇમ બોમ્બ ‘ટિક ટિક’ કરી રહ્યો હતો! આવી બીમારીમાં એને બેહોશીનું ઇન્જેકશન આપવું એટલે એને જિંદગીના શિખર પરથી મોતની ખીણમાં ધક્કો મારવો એના જેવું હતું.
મારે એનેસ્થેસિયા આપવા માટે આવનાર ડોક્ટરને આ બધું જણાવવું તો પડે જ. સાત જણાને ફોન કર્યા. સાતેય ડોક્ટરોએ ના પાડી દીધી. ઉપરથી મને પણ ધધડાવ્યો, ‘તમને શું મળી જવાનું છે…?’હનીફભાઇ આ તમામ ફોન કોલ્સ દરમિયાન મારી સામે જ ઊભા હતા. સાત સાત ડોક્ટરોનો ઇન્કાર અને મારા ચહેરા પર સતત વધતી જતી ચિંતા જોઇને એ પરિસ્થિતિ પામી ગયા. મને પૂછી રહ્યા, ‘ક્યા બાત હૈ, સા’બ?’મેં ખૂબ ઓછા શબ્દોમાં વાત મૂકી દીધી, ‘હનીફભાઇ, આપ કી બીવી કો ઓપરેશન કી જરૂરત હૈ. લેકિન તકલીફ યે હૈ કિ… અગર ઓપરેશન કરતે હૈ તો વો સો ટકા મર જાયેગી.’ મેં નવ્વાણું ટકા પણ ન કહ્યું. સો એ સો ટકા મરવાની ગેરંટી સંભળાવી દીધી.
હનીફભાઇની વિકરાળ આંખોમાં નમી ઊભરી આવી, ‘અગર ઓપરેશન નહીં કિયા તો ક્યા હોગા, દાગતર સા’બ?’‘તો? તો વોહ એક સૌ એક ટકા મર જાયેગી.’ મેં મૃત્યુની રેખા વધુ ગાઢી કરી આપી.‘ફિર રાહ કિસ કી દેખ રહે હો, સા’બ? ઓપરેશન કરો! કિસી ભી બાત કી ચિંતા મત કરના. સુલતાના અગર ટેબલ પર ભી મર ગઇ, તો મૈં આપકો દોષ નહીં દૂંગા. દવાખાને મેં રોઉંગા તક નહીં. લાશ લેકર ચલા જાઉંગા. મૈં પાક મુસલમાન હૂં, આપ કી નીયત દેખૂંગા, નતીજા નહીં!’
આઠમા એનેસ્થેટિસ્ટને ફોન કર્યો. એ આવ્યા. મારી હિંમતે એમને હિંમત બંધાવી. એ ઓપરેશનની પૂરી વિગત અહીં અપ્રસ્તુત છે. કઇ રીતે અમે ચાર બાટલી રક્તદાન મેળવ્યું, કેવી ઝડપથી ઓપરેશન પાર પાડ્યું એ બધું માત્ર અમે જ જાણીએ છીએ. ફૂટબોલના વર્લ્ડકપમાં એકવાર મેરાડોનાએ કહ્યું હતું: ‘જો મારો ‘ગોલ’ હાથ વડે થયો હતો, તો એ હાથ ભગવાનનો હાથ હશે, મારો નહીં!’ હું પણ આવું કહી શકું કે એ રવિવારે સુલતાનાના પેટ ઉપર જે હાથ વાઢકાપ કરતો હતો એ હાથ ઇશ્વરનો હશે, મારો નહીં!એ સાંજે મેં કરવા જેવું એક કામ અવશ્ય કર્યું, પેલા સાતેય ડોક્ટર મિત્રોને ફોન કરીને આટલું તો કહ્યું જ: ‘સુલતાનાનું ઓપરેશન કરવાથી મને તો માત્ર સંતોષ મળ્યો છે, પણ એ પૂછો કે એને શું મળ્યું! સુલતાનાને મળી છે નવી જિંદગી!’

Read Full Post »

‘પગ સરખો રાખો, મિસ્ટર !’ હું ચાલુ બસે ઝબકીને જાગી ગયો. ઊંઘમાં શરીર શિથિલ થઈ જાય એટલે એનો વિસ્તાર વધી જાય એ સ્વાભાવિક છે. મેં મારો જમણો પગ પાછો ખેંચી લીધો. પણ તોય મગજ પર બે-ત્રણ હથોડા તો વાગ્યા જ ! એક તો એ કે મારી સામે બેઠેલ યુવાન ભણેલ ગણેલ લાગતો હતો, પણ એના બોલવાની ઢબ એવી હતી કે એના વાક્યમાં ચાર શબ્દોની જગ્યાએ ચાર ખંજર વાગે ! એની બાજુમાં એની પત્ની બેઠી હતી, મેં એની તરફ જોયું. એ સ્ત્રી નહોતી, સાક્ષાત સૌંદર્યનો ઢગલો હતી. પત્ની જ્યારે આટલી બધી સુંદર હોય ત્યારે પતિ એનો પતિ નથી રહેતો, પણ ચોકીદાર બની જાય છે. ઊંઘમાં મારો પગ સહેજ લાંબો થયો હશે એની ના નથી, પણ અમારી ત્વચાના સીમાડા હજુ એકમેકને સ્પર્શ્યા નહોતા, ત્યાં તો ચોકીદારે એક સામટા ચાર-ચાર ખંજર બહાર કાઢ્યા.

મનમાં તો હું પણ તપી ગયો હતો, પણ ચિક્કાર બસમાં જનમત મારી વિરુદ્ધમાં જ પડશે એ હું જાણતો હતો. હું ચૂપ બેસી રહ્યો. હવે ઊંઘનું પાલવે તેમ નહોતું. હવે જો મારો પગ ખોટી દિશામાં લંબાય, તો અસ્થિભંગનો ડર હતો. ખુલ્લી આંખે કરવું શું ? મેં એ જંગલી પ્રાણી તરફ જોયા કર્યું. એ પણ મારી સામે તાકી રહ્યો હતો. હું ‘ટાડા’ નો આરોપી હોઉં અને એ પોલીસવાળો હોય એમ એની પાસે મારા પર નજર રાખવાનો જાણે એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય એવું લાગતું હતું ! મેં પેલા સાડીમાં લપેટાયેલા મોગરાના ફૂલોના ઢગલા તરફ ત્રાટક કર્યું. બારીકાઈથી જોતાં લાગ્યું કે ચહેરા પર ફિક્કાશ હતી. મારી નજર એને વાગી હશે એટલે એણે આંખો બંધ કરી દીધી. અચાનક એના ચહેરા પર વેદનાનો ભાવ આવ્યો. થોડી જ ક્ષણોમાં એ ભાવ ઓસરી પણ ગયો. એની લંબોતરી ડોક એક આંચકા સાથે નમી પડી, પછી એ ટટ્ટાર બેસી ગઈ.

મને થયું કે કાં તો બીમાર હશે, કાં રાતનો ઉજાગરો હશે ! હું તો નજરકેદમાં હતો, પણ એનો અર્થ એવો તો નહોતો જ કે મારાથી મારા ચોકિયાત જોડે વાત પણ ન થઈ શકે. ‘કેમ છે, તમારાં ‘વાઈફ’ ની તબિયત સારી નથી કે શું ?’ જાણે સવાલ પૂછીને પણ મેં એની વાઈફની છેડતી કરી નાંખી હોય એમ એ આખો આગ-આગ થઈ ગયો. હસબન્ટ મટીને હુતાશણી બની ગયો. ‘ઈટ ઈઝ નન ઓફ યોર બિઝનેસ !’ કોઈપણ સમજુ માણસનું અપમાન કરવા માટે આટલા શબ્દો પૂરતાં હોય છે. મારે એ અંગ્રેજીમાં ભણેલા ગેંડાને કેમ સમજાવવું કે હું એક ગાયનેકોલોજીસ્ટ છું અને સ્ત્રી દરદીઓ એ મારો એક માત્ર વ્યવસાય છે. ધંધો નહીં પણ ધર્મ છે ! હવે મેં મારામાં રહેલા તબીબને સંકોરી લીધો. યુવાન વિધવા પોતાની ઈચ્છાઓ સમેટી લે તે રીતે મેં મારામાં જીવતાં ગાયનેકોલોજીસ્ટને કેદ કરી લીધો, પણ મનની ભીતર ચાલી રહેલા વિચારોની આસપાસ થોડી કિલ્લેબંધી થાય છે ?

અમારી તબીબી આલમમાં એક શબ્દ પ્રચલિત છે – ‘સ્પોટ ડાયગ્નોસિસ.’ દરદીને કશું જ પૂછવાની મનાઈ. એની શારીરિક તપાસ કરવાની નહીં, લોહી-પેશાબ-ઝાડો કે એવી કશી જ ચકાસણીનો આધાર લેવાનો નહીં. માત્ર દરદીના ચહેરા પર, એના બોલવા-ચાલવા પર કે ઊભા રહેવાની કે બેસવાની ઢબ તરફ એક તીર જેવી નજર રોપીને ત્વરિત નિદાન કરી દેવાનું ! કોઈ પણ જાતની ઈંટો કે સિમેન્ટ, રેતી, ચૂનાની સહાય વિના માત્ર ચીકણી માટીનો મહેલ બનાવવાનો, એ તૂટી જાય એનો વાંધો નહીં પણ એમાંથી તમારા કડિયાકામની સૂઝ પ્રગટે ! પછી એ કાચા કામને બીજી તબીબી પદ્ધતિની સહાયથી પાછું બનાવી શકાય, પણ ખરી મજા તો પેલા ઝટપટ નિદાનની જ !

મેં કાચું બાંધકામ શરૂ કર્યું. નવા નવાં પરણેલા લાગે છે. પેટમાં દુ:ખાવો ઊપડ્યો હોય એવું લાગે છે. ચહેરા પરની ફિક્કાશ ચાડી ફૂંકી રહી છે. ગુલાબી ગાલ ધીમે ધીમે પીળા કેરણ જેવા થતા જાય છે, છેલ્લા અરધા કલાકમાં બે વાર એ લથડી ચૂકી છે અને….! બસ, એક અંકોડો ખૂટતો હતો ! એના છેલ્લા માસિક સ્ત્રાવની તારીખ જો જાણવા મળે તો મારું માટીકામ પૂરું ! પણ એ સવાલ પૂછવો એટલે પેલી માંડ માંડ બૂઝાવા આવેલી હોળીમાં પેટ્રોલ છાંટવું. એની અંતિમ માસિક તારીખ પૂછવી એટલે મારી જિંદગીની અંતિમ ક્ષણ વિષે પૂછવું ! અચાનક તેને ઊબકા જેવું થયું. પેલો ગેંડો થોડો ગભરાયો, એને બારી પાસે ખસેડી. હવે એ બિલકુલ મારી સામે હતી. મારી પરનો ચોકીપહેરો વધુ સખત થયો. એના પતિનું ચાલત તો એ અમારા બેની વચ્ચે ચીનની દીવાલ ઊભી કરાવત ! મને થયું કે એના શ્વાસની ગતિ તો ગણી જોઉં ? મેં એના છાતીના ફૂલવા અને શમવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એકપણ ગણતરી ચૂકી ન જવાય એટલે મેં આંખનો પલકારો મારવાનું પણ બંધ કરી દીધું. અત્યારે વિચાર કરતાં મને લાગે છે કે હું એ વખતે બહુ સજ્જન તો નહીં જ લાગી રહ્યો હોઉં ! એના પતિ માટે મારું આ બેશરમ ત્રાટક છેલ્લા ઘા સમાન હતું ! એણે થેલીમાંથી શાલ કાઢીને પત્નીને લપેટી દીધી. એની આંખોમાં હવે હિંસક ભાવો હતાં.

મારી બાજુમાં બેઠેલા માજીએ પૂછ્યું, ‘દીકરા, વહુની દવા કેમ કરાવતો નથી ?’ પેલાની આંખમાં ભાવ બદલાયા. એ થોડો નરમ પડ્યો, ‘માજી, એની દવા કરાવવા જ લઈ જાઉં છું. અચાનક રાતથી એની તબિયત બગડી છે. બાજુના શહેરમાં નવા ડોકટર આવ્યા છે, સાંભળ્યું છે કે એમના હાથમાં ઈલમ છે, જશ રેખા છે, મડદાને બેઠા કરે છે, એના ભરોસે તો નીકળ્યો છું….’ પણ એટલામાં એની પત્ની ઢળી પડી, સીધી મારા ખોળામાં. મેં બે હાથે એને પકડીને એની બેઠકમાં ગોઠવી. એના પતિએ મારો હાથ ઝટકાવી નાખ્યો, ‘માઈન્ડ યોર બિઝનેસ, મિસ્ટર !’ હું ઊભો થઈ ગયો. મારાથી કંઈ બોલી બેસાશે એનો મને ડર હતો. એની પત્ની મરી રહી હતી અને આ શંકાશીલ માણસ મને આવારા, મજનૂ માની રહ્યો હતો.

બસ એક ધીમા આંચકા સાથે ઊભી રહી. મારું ઊતરવાનું સ્થળ આવી ગયું હતું. નાનકડું તાલુકા મથક હતું. અહીંની સાર્વજનિક હોસ્પિટલમાં હું સેવા આપી રહ્યો હતો. અઠવાડિયે એકવાર મળતી રજા અમદાવાદમાં મારા પરિવાર સાથે માણીને પાછો હવે જોતરાવા માટે આવી પહોંચ્યો હતો. મને લેવા દવાખાનાની જીપ લઈને ડ્રાઈવર ક્યારનોય આવી ઊભો હતો. હું આગલી બેઠકમાં ગોઠવાયો.

લગભગ બેહોશ થઈ ગયેલી પત્નીને લઈને પેલો બસમાંથી ઊતર્યો. રીક્ષા આટલી વહેલી સવારે મળે એમ ન હતી. જે હોસ્પિટલમાં એને જવાનું હતું એનું જ નામ લખેલી જીપ જોઈને એના જીવમાં જીવ આવ્યો. ડ્રાઈવરને કરગરીને બેસાડવા માટે એ મથી રહ્યો. ડ્રાઈવરે મારી સામે જોયું. મેં ઈશારાથી જ સંમતિ આપી. પેલો મને જોઈને ચમક્યો તો ખરો. પણ એને થયું હશે કે હું પણ એની માફક ડ્રાઈવરની મહેરબાનીથી જ જીપમાં ચડી બેઠો હોઈશ ! એની પત્નીના લાંબા શ્વાસોશ્વાસનો અવાજ આવી રહ્યો હતો. એણે ડ્રાઈવરને પૂછ્યું, ‘ડૉકટર સાહેબ આજે હાજર તો હશે ને ? ક્યાંક બહારગામ તો નહિ ગયા હોય ને ?’ ડ્રાઈવરને બોલતો અટકાવવા મેં સામે પૂછ્યું, ‘તમારી પત્નીને કંઈ મહિના-બહીના જેવું તો નથી ને ?’ આવી લાચારીભરી પરિસ્થિતિમાં પણ એની જીભ પર કડવાશ આવ્યા વગર ન રહી શકી, ‘હા, છે. એને મહિનાની ઉપર દસ દિવસ થયા છે. પણ તમે ચૂપ મરશો ? ઈઝ ઈટ ઓફ એની સિગ્નિફિકન્સ ટુ યુ ?’ જીપ દવાખાનાનાં દરવાજામાં દાખલ થઈ. મેં વૉર્ડબોયને ઈશારો કર્યો. સીસ્ટરની સામે જોઈને બરફ જેવા ઠંડા ધ્રૂજાવી મૂકે તેવા સ્વરે હૂકમ કર્યો, ‘સિસ્ટર, આ બાઈને સીધી થીયેટરમાં લો. હીમાસીલ ચાલુ કરો. બ્લ્ડ મળે તેમ નથી. એની નળીમાંનો ગર્ભ ફાટી ગયો છે. હું એક ક્ષણમાં પહોંચું છું. ઓપરેશનની તૈયારી કરો. એકટોપીક પ્રેગ્રેન્સી ઈઝ માય સ્પોટ ડાયગ્નોસિસ ! અને હા, સંમતિપત્રકમાં એના પતિની સહી લેવાનું ન ભૂલશો. એને કહેજો કે ડૉક્ટર ઈઝ માઈન્ડીંગ હીઝ ટુ બિઝનેસ !’

બે કલાક પછી હું ઑપરેશન પતાવીને બહાર નીકળ્યો ત્યારે મારા પગ આગળ એક ખૂંખાર મર્દ ઢગલો બનીને રડી રહ્યો હતો. મેં પગ પાછો ખેંચી લીધો. બે હાથે એને પકડીને ઊભો કર્યો. આપણા મનમાં બીજું કશું જ ન મળે ! માત્ર આપણી દાનત એટલી જ કે કોઈ આપણને શેતાન ધારી લે તો ચલાવી લઈએ, પણ જો માણસમાંથી ભગવાન બનાવવાની કોશિશ કરે તો એ કેમ ચલાવી લેવાય ? સાલું, ‘માણસ’ હોવાનું પણ કંઈક ગૌરવ જેવું હોય કે નહીં ?

Read Full Post »

[ પ્રકાર.. હળવું નાટક : તખતો બે ખંડમાં વહેંચાયેલો છે. પડદો ખૂલે છે ત્યારે તખતાના જમણા ભાગ પર અંધારું. ડાબા ભાગ પર પ્રકાશ. પ્રકાશમાં સ્વર્ગમાંનો વિષ્ણુનો આવાસ દષ્ટિગોચર થાય છે. એક પુરાણા સિંહાસન પર વિષ્ણુ મ્લાન વદને વિરાજમાન છે, એકલા. ત્યાં જ નારદનો પ્રવેશ.]

નારદ : (પ્રવેશતાં) નારાયણ ! નારાયણ !
વિષ્ણુ : (મ્લાન વદને, ખિન્ન સ્વરે) પધારો, મહર્ષિ નારદ ! કેમ, આજ એકાએક આપનું આગમન થયું ?
નારદ : પૃથ્વીની પરિક્રમાએ નીકળ્યો છું. થયું કે પરિક્રમા પ્રારંભતાં પહેલાં લક્ષ્મીપતિ વિષ્ણુનાં તથા દેવી લક્ષ્મીનાં દર્શન કરી તેમના આશીર્વાદ પામું. આમે ય જે સત્સંગ થયો તે ખરો.
વિષ્ણુ : અનુગૃહીત કર્યો મને. શા વૃતાન્ત છે સ્વર્ગનાં ?
નારદ : સવિશેષ તો કૈં નહિ, પણ હમણાં હમણાં સ્વર્ગમાં તો એવી વાત પ્રસરી છે કે આપે આપના આવાસમાં જ આપની જાતને બંદિની કરી છે. ક્યાંય પણ આપની ઉપસ્થિતિ વરતાતી જ નથી અને દેવી લક્ષ્મીજીનાં દર્શન પણ થતાં નથી. શું આપને અને લક્ષ્મીજીને સ્વર્ગ પ્રતિ અનાદર કે ઘૃણા જન્મ્યાં છે કે શું ?
વિષ્ણુ : ના રે ના. સ્વર્ગ છોડીને અન્યત્ર ક્યાં જવાનું છે ? પૃથ્વી પરના શાસનનો દોર પણ અહીંથી જ ચલાવવાનો. ક્યારેક માનવી ધા નાખે તો જ પૃથ્વી પર જવાય, પણ આજકાલ તો માનવીય મને જાણે કે વિસ્મરી ગયો છે.

નારદ : એટલે આપ ઉદાસ છો ? નાહકની આ ઉદાસી ખંખેરી નાંખો લક્ષ્મી પતિ !
વિષ્ણુ : (સ્વગત, સનિ:શ્વાસ) લક્ષ્મી પતિ !
નારદ : આમ નિ:શ્વાસ શા માટે ? દેવી લક્ષ્મીજી આવાસમાં નથી ?
વિષ્ણુ : ના. આ આવાસમાં તો એની ઉપસ્થિતિ અલપ-ઝલપ. હમણાં હમણાં એ ક્યાં વસે છે તેનીય મને જાણ નથી. હમણાં હમણાં મારો તો ભાવ નથી પુછાતો પૃથ્વી પર કે મારા ગૃહમાં પણ.
નારદ : શું વાત કરો છો, પ્રભુ !
વિષ્ણુ : મહર્ષિ, મારી ખિન્નતાનું કારણ એ જ. સમુદ્રમંથન પછી જે મને હોંશેહોંશે વરી, જે સદૈવ મારી સહચરી, અનુસારિણી બની તે જ હવે મને આમ તરછોડે ?
નારદ : તરછોડે ?
વિષ્ણુ : એવું જ ને ! હું જાગું ત્યારે એ આવાસમાં ન હોય. રાતે ક્ષણ-બે ક્ષણ મળીએ. તો એ કહે કે એ વ્યસ્ત છે.
નારદ : વ્યસ્ત ? સ્વર્ગમાં તો એમનું દર્શન નથી થતું તો પછી …… ?
વિષ્ણુ : એના કહેવા પ્રમાણે પૃથ્વીવાસીઓ વચ્ચે એ વ્યસ્ત છે, તેમને કાજે. કેમ કે પૃથ્વીવાસીઓ એનો મહિમા કરે છે.
નારદ : તો તો આ પૃથ્વી પરિક્રમાએ દેવીનાં દર્શન થશે. મને જે વૃતાન્ત પ્રાપ્ત થશે તે આપને નિવેદિત કરીશ, પણ દેવ, આ ખિન્નતા, એકલતા ખંખેરી નાંખો નહિતર વેદના વેંઢારવી પડશે. દેવ, સ્વસ્થ થાવ. અનુજ્ઞા આપો, દેવ !
વિષ્ણુ : શાન્તાનુકૂલ પવનશ્ચ શિવાસ્તે પન્થા: ||

(ડાબા ભાગ પર અંધારું, જમણા ભાગ પર પ્રકાશ. શાળાના આચાર્યાની ચેમ્બર. ચેમ્બર પર ‘આચાર્યા શ્રીમતી અક્કડ, સરસ્વતી વિદ્યાલય’ એવું બોર્ડ વંચાય છે. ચેમ્બરના બારણા પાસે ઊભેલો પટાવાળો બહારની ભીડને હડસેલી રહ્યો છે.)

પટાવાળો : લાઈનમાં ઊભા રહો. જ્યારે જેનો વારો આવશે ત્યારે અંદર જવા દેવામાં આવશે.
એક જણ : પણ આટલી બધી વાર ?
પટાવાળો : અંદર એક જણ છે. બહેન તેની પૂછતાછ તો કરે ને ? (ભીડને હડસેલતો) શાંતિથી ઊભા રહો. નહિતર આ – (ઑર) ઊંચકીને દર્શાવે છે.)
બીજો જણ : આજકાલ તો બધી જ નિશાળોમાં એડમિશનની ભીડ, ભીડ ને ભીડ. પૈસા લેવાય પાછા એડમિશનના અને પૈસા આપતાંય એડમિશન ન મળે.
પટાવાળો : વસ્તી વધે એટલે ભીડ થાય ને મુસીબત પણ સરજાય.
ત્રીજો જણ : આ કેટલો વખત વીતી ગયો ? મને તો લાગે છે કે થોડાં વર્ષો પછી બાળક જન્મે કે તરત તેના પ્રવેશ માટે નામ નોંઘાવવું પડશે.
એક જણ : આપણી વખત તો મ્યુનિસિપાલિટીની નિશાળો હતી, હવે નિશાળો વધી તોય…
બીજો જણ : હવે નિશાળ એટલે ધંધો, આ જમાનો જ પૈસાનો છે. જે તરીકાથી લક્ષ્મી પ્રાપ્ત થાય તે તરીકાથી મેળવી લેવાની. (થોડી વાર પહેલાં આવેલા નારદ આ જોઈ વેદના અનુભવે છે.)
નારદ : આટલી મુશ્કેલી અને તે વિદ્યાપ્રાપ્તિ માટે ? વિદ્યાલયો તો આશ્રમો હોય. (ચેમ્બરમાંથી વીલે ચહેરે એક વ્યક્તિ બહાર નીકળી પસાર થઈ જાય છે.)

એક જણ : ડોનેશન આપવાની ના પાડી હશે તે એડમિશન નહિ મળ્યું હોય.
બીજો જણ : અરે, આજકાલ તો બધી નિશાળોમાં ડોનેશન લેવાય છે. ટ્યુશનો, ડોનેશનો… વિદ્યાનો વેપલો. શિક્ષકોથી માંડી સંચાલકો લક્ષ્મી ભક્તો…. (નારદના કાન સરવા થાય છે. ચેમ્બરમાંથી ઘંટડી વાગે છે. પટાવાળો એક વ્યક્તિને પ્રવેશ આપે છે. નારદ પણ અદશ્યરૂપે પ્રવેશે છે. આચાર્યાની ખુરશી પાછળ લટકાવેલો લક્ષ્મીજીનો ફોટો નીરખી આશ્ચર્ય અનુભવે છે. અદશ્યરૂપે તે ચેમ્બરમાં થતી વાતચીત સાંભળે છે.)
આચાર્યા : જુઓ, તમારા પાલ્યના ગુણો સારા છે એટલે પ્રવેશ તો આપું, પણ અમારી સંસ્થાના નિયમ મુજબ તમારે રૂપિયા પચાસ હજાર ડોનેશન તરીકે આપવા પડશે.
વ્યક્તિ : ડોનેશન કે ડિપોઝીટ ?
આચાર્યા : ડોનેશન. ડિપોઝીટ પાંચ હજાર જુદી.
વ્યક્તિ : ચૅક આપું કે રોકડા ?
આચાર્યા : ડોનેશનના રૂપિયા રોકડા. તેની રસીદ નહિ મળે. ડિપોઝીટની રસીદ મળશે ને તે તમારું પાલ્ય શાળા છોડે ત્યારે એટલે કે બાર વર્ષે પરત થશે.
વ્યક્તિ : (સ્વગત) જો રસીદ ત્યાં સુધી સચવાઈ હોય તો –
આચાર્યા : બોલો, કબૂલ છે ?
વ્યક્તિ : હા, પણ કાલ સવારે આપું તો ?
આચાર્યા : ચાલશે. તમારા પાલ્યનો પ્રવેશ મંજૂર, થેંક્યુ !

(વ્યક્તિ ઊભી થઈ હાથ મિલાવવા હાથ લંબાવે છે ત્યાં જ નારદનો અવાજ – ‘મુંડાયો, કપાયો.’ સહુ ચમકે છે, ચારેકોર જુએ છે પણ નારદ દેખાતા નથી.)
નારદ : (સ્વગત, લક્ષ્મીના ફોટાને ઉદ્દેશીને અદશ્યરૂપે, આછા પ્રકાશમાં) આ આપનો મહિમા દેવી ? આપ પ્રસન્ન પ્રસન્ન છો કે નહીં ? આ જગતની આવી ભક્તિ આપને આનંદે છે ને ? શી આપની લીલા ?
(તખતાના જમણા ભાગ પર અંધારું. ડાબા ભાગ પર પ્રકાશ. વિષ્ણુનો આવાસ)

વિષ્ણુ : લક્ષ્મીનો આવો મહિમા ! પૃથ્વીવાસીઓ આવા લક્ષ્મીભક્ત બન્યા ?
નારદ : હા અને આ ભક્તોને વરદાન આપવા દેવી સદૈવ વ્યસ્ત હોય જ ને ?
વિષ્ણુ : પણ શિક્ષણ ક્ષેત્રે આવું ? આપણા ઋષિમુનિઓ તો પોતાના આશ્રમમાં શિષ્યોને રાખી નિ:શુલ્ક અભ્યાસ કરાવતા, ઉપનિષદો રચાતાં….
નારદ : ગુરુપત્નીઓ શિષ્યો પાસે ગૃહકાર્ય કરાવતી, કૃષ્ણને પણ લાકડાં કાપવા જવું પડ્યું’તું ને ? કૃષ્ણને એટલે આપને જ, ખરું ? અભ્યાસમાં આપણા સમયમાં પણ દક્ષિણા તો આપવી જ પડતી’તી ને ? અને ગુરુ દ્રોણે તો વગર વિદ્યા દીધે એકલવ્યનો અંગૂઠો કાપી લીધો’તો. આજે જગતમાં દ્રોણ-એકલવ્યનો સિલસિલો ચાલે છે, આપના જ વારસા રૂપે.
વિષ્ણુ : પણ આજે તો હદ થાય છે…
નારદ : એ જ લક્ષ્મીનો મહિમા, એની મહેર.

[ ડાબા ભાગ પર અંધારું. જમણા ભાગ પર પ્રકાશ. એક દુંદાળા લક્ષ્મીવાન શેઠ લક્ષ્મીજીની આરતી ઉતારી, આશકા લઈ ઉચ્ચારે છે : મમ અલક્ષ્મી નાશય નાશય હું ફટ્ સ્વાહા (ત્યાં જ ટેલિફોનની ઘંટડી રણકે છે, શેઠ રીસિવર ઉપાડી) : શું કહ્યું ? ના પાડી દો. મને ખબર છે કે આપણી પાસે માલ છે, પણ અછત ઊભી કરો. અછત ઊભી થશે એટલે કાળા બજારો ઊભા થશે. અને કાળા બજારો ઊભા થશે પછી લક્ષ્મી જ લક્ષ્મી… અને આપણે લક્ષ્મીપતિ. (રીસિવર મૂકી દે છે. ક્ષણવાર અંધારું. પ્રકાશ થાય ત્યારે દુકાન. પાટિયું મારેલું છે ‘માલ નથી.’ લોકોની ભીડ-કોલાહલ. ‘સામાન્ય જનનું કોઈ સાંભળતું જ નથી. એ તો વીતી હોય તે જાણે, પણ આમ જીવવું કેવી રીતે ? વગેરે અવાજો સંભળાય.) ]

શેઠ : (મુનીમ ને) આમને દૂર કરો ને દુકાન બંધ કરી દો. આ ટોળું ન જાય તો પોલીસને બોલાવો. (મુનીમ દુકાન બંધ કરે છે. લોકોનો આછો કોલાહલ સંભળાય છે. ફોન રણકે છે.)
શેઠ : (રીસિવર ઉપાડી) હા, હા, અરે, શેઠ તમને ના પડાય. માલ છે. કહો એટલો મોકલું પણ મારા ભાવે. આવે અવસરે જ બે પૈસા કમાવાય ને ? (ત્યાં એક ખુલ્લા રહી ગયેલા બારણામાંથી નારદને ડોકિયું કરતાં જોઈ) અરે, આ કોણ સાધુડો ડોકિયું કરે છે ?
નારદ : બીજાને આપો છો તો આ સામાન્ય લોકની તો આંતરડી ઠારો. ભગવાનની કૃપા ઊતરશે.
શેઠ : હટ હટ ! સાધુ થયા પછી તને સંસારની શી ફિકર ? ભગવાનની કૃપા ઘેર ગઈ. અત્યારે તો અમારા પર લક્ષ્મીજીની કૃપા ઊતરે છે એ જ બસ. ચાલ, ચાલ્યો જા. જય મા લક્ષ્મી !

(ડાબા ભાગ પર પ્રકાશ, જમણા ભાગ પર અંધારું. વિષ્ણુનો આવાસ)
વિષ્ણુ : નારદજી, આપ શી વાત કરો છો ?
નારદ : લગીરે, ખોટી-અસત્ય નહિ.
વિષ્ણુ : પણ સામાન્યજનનાં આક્રંદો પણ ન સંભળાય આ યુગમાં ? માનવી આવો લક્ષ્મીનો દાસ ?
નારદ : યુગના રંગ છે દેવ ! પણ આ યુગને જ શા માટે ઉપાલંભ આપીએ ? વીતેલા યુગને સંભારો ને, દેવ ?’
વિષ્ણુ : વીતેલા યુગને ?
નારદ : જુગટુમાં પાંડવો દ્રોપદીને હારી ગયા, કર્ણે દ્રોપદીનો ઉપહાસ કર્યો, દુર્યોધને ન બોલાવાનાં વેણ ઉચ્ચાર્યા, દુ:શાસને દુર્યોધનની આજ્ઞાથી દ્રૌપદીનાં ચીર હર્યા ત્યારે દ્રૌપદીનું આક્રંદ કોણે સાંભળ્યું હતું ? દ્રૌપદીએ ધા નાંખી ત્યારે પિતામહ ભીષ્મ નહોતા બોલ્યા કે પુરુષ અર્થનો દાસ છે. તો પછી લોકોનાં આક્રંદ અવગણી આજેય માનવી અર્થદાસ બને તો શી નવાઈ ? શાશ્વત સત્ય તો એ છે કે સર્વ સમર્થ, સર્વત્ર, સર્વ ક્ષેત્રે માનવી અર્થદાસ રહ્યો છે. માનવી સ્વયં લક્ષ્મીનું દાસત્વ સ્વીકારે પછી લક્ષ્મીજી નિજના મહિમાની વૃદ્ધિ અર્થે માનવ વચ્ચે જ વસે ને ?
વિષ્ણુ : નારદ ! નારદ !
નારદ : આપ આપના ભક્તની વ્હારે દોડી જતા’તા તો દેવી કેમ ન દોડે ? આજે પૃથ્વી પર એમના ભક્તોનો ક્યાં તોટો છે ? આપનું શાસન તો હવે –
વિષ્ણુ : (ક્રોધથી) નારદ !

(નારદનું મોં બંધ કરે છે. અંધારું, જમણા ભાગ પર પ્રકાશ. સુખી કુટુંબનો ડ્રોઈંગરૂમ. પતિ-પત્ની આગંતુકની પ્રતીક્ષા કરતાં હોય તેમ લાગે છે. ત્યાં જ સ્ત્રી-પુરુષનો પ્રવેશ.)

પતિ : આવો, આવો તમારી જ રાહ જોતાં’તાં અમે તો.
સ્ત્રી : આમને ઑફિસથી આવતાં મોડું થયું. માફ કરજો, એટલે સમય ન સાચવી શક્તાં.
પત્ની : કંઈ વાંધો નહિ. અમે તો તમારી જ વાટ જોતાં’તાં.
પુરુષ : તમારો સદ્દભાવ. હા, તો પછી આપે શું વિચાર્યું ? અમારી દીકરી આમ તો સુશીલ, શિક્ષિત છે.
સ્ત્રી : અને ઘરકામમાં પણ હોંશિયાર છે. હમણાં હમણાં તો કમ્પ્યુટરનું શીખે છે. બોલ્યે-ચાલ્યે તો એનો જોટો ન જડે.
પત્ની : એવો ક્યાં કશો વાંધો છે ? વળી અમારા દીકરાએ તો અમારાથી પહેલી એને પસંદ કરી લીધી છે.
પતિ : અને આજકાલ તો છોકરા-છોકરીની પસંદગી પર જ મહોર મારવાની અને તેમાંય આ પ્રેમમાં પડેલા ને ના પાડીએ તો તો ભાગી ને કરે પાછા…
સ્ત્રી : તો પછી નક્કી જ ને ?
પત્ની : હાસ્તો. ના પાડવાનો અવકાશ ક્યાં છે ?
પતિ : બસ તો, અમારે તો એટલું જ જોવાનું કે દીકરી દુ:ખી ન થાય.
પત્ની : દુ:ખી અમે શું કામ કરીએ ? તમારી દીકરીને તમારે આમ સુખી જોવી હોય તો અમારા દીકરાને એક વેલ ઈક્વિપ્ડ ફલેટ લઈ આપવાનો. ફોન, ફ્રીઝ, સેન્ટ્રો સહિતનો. એટલે બંને પોતાના સંસારમાં સુખે જીવે.
સ્ત્રી : એટલે ?
પત્ની : આ તો તમારી દીકરીના સુખ માટે. બાકી અમારે તો કંકુને કન્યા જ લેવી છે. અમારા આ તો સુધારક વિચારના. દીકરો તો વળી ચાર ચાંદ ચઢે એવો. એટલે દહેજ તો અમને ન પરવડે. નહિતર બીજા હોય તો વાંકા વળીને….
પુરુષ : (ચમકીને) ના, ના. દીકરીના સુખ માટે અમે આ બધું સમજીને જ કરીને ને…
પત્ની : તો સગપણ કબૂલ. કરો મોં મીઠાં.

(અંધારું. ડાબી બાજુ પ્રકાશ. વિષ્ણુનો આવાસ)
નારદ : આ દહેજ નહિ તો દહેજ નો બાપ.
વિષ્ણુ : પણ મહર્ષિ ! આ આપે સાંભળ્યું ?
નારદ : સાંભળ્યું નહિ, અદશ્ય રહીને નિહાળ્યું. નિહાળ્યો લક્ષ્મીજીનો પ્રભાવ – પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ.
વિષ્ણુ : જગત આટલું લક્ષ્મીઘેલું ? ધારો કે દીકરીનાં મા-બાપ ખમતીધર ન હોય તો ?
નારદ : તો દેવું કરે. તેમ ન થાય તો દીકરીને ન પરણાવે અથવા તો –
વિષ્ણુ : એટલે અકિંચન જીવી જ ન શકે ?
નારદ : ક્યાં જીવે છે દેવ ? થોડા ઘણા લક્ષ્મી ભક્તો, ધનિકો જ સર્વ ક્ષેત્રે સર્વાંગ જીવન માણે છે કારણકે તે માને છે કે બધું જ ખરીદી શકાય છે લક્ષ્મીકૃપાથી. મોટા ભાગના અકિંચનો મરવાને વાંકે જીવે છે. યમની જો એમના પર કૃપા ઊતરે તો એ બધા ધનધન બને.

વિષ્ણુ : લક્ષ્મીનો આ પ્રભાવ ? આ લીલા એની ? એણે ઊભા કર્યા આવા ભેદ ?
નારદ : ક્ષમસ્વ દેવ ! આ ભેદ તો છે આદિકાળના. વર્ણવ્યવસ્થા આપણે રચી, ઊંચ-નીચ, સ્પૃશ્ય-અસ્પૃશ્યના ભેદનો વારસો આપણે આપ્યો. અકિંચનતા રાખવા દ્રોણે કૌરવોનું દાસત્વ નહોતું સ્વીકાર્યું ? રામે જ શંબુકને નહોતો માર્યો ? એકલવ્યનો અંગૂઠો નહોતો કપાયો ? સ્ત્રી તો માણસ નહિ પણ હોડમાં મૂકવાની વસ્તુ, એવી પ્રતીતિ પાંડવોએ નહોતી કરાવી ? અને મનુમહારાજે સ્ત્રીને સ્વતંત્રતા ન આપવાની વાત નહોતી કરી ?
વિષ્ણુ : પણ સ્ત્રીઓ તો હવે –
નારદ : સ્વતંત્ર દેખાય છે, પુરુષ સમોવડી દેખાય છે તે રહ્યું જ. નહિતર સ્ત્રી એટલે સ્ત્રી. હા, આ ભેદ તો આપણો વારસો. ફેર માત્ર એટલો કે લક્ષ્મીજીએ તેને રૂપાળો ઢોળ ચડાવ્યો અને કોને પોતાનો પ્રભાવ ન ગમે ? પૃથ્વી પર તો નારીઓ શાસન કરતી થઈ ગઈ છે, દેવ ! ત્યારે લક્ષ્મીજીનો –
વિષ્ણુ : કશું વધુ મારે નથી સાંભળવું.
નારદ : સ્વસ્થ થાવ દેવ ! આવો મારી સાથે પૃથ્વી પરિક્રમાએ. જરા મનફેર થશે.

(ડાબા ભાગ પર અંધારું. જમણા ભાગ પર પ્રકાશ. વિષ્ણુ તથા નારદ પૃથ્વી પર વિહરે છે. દોડતો દોડતો છાપાનો ફેરિયો પ્રવેશે છે.)
ફેરિયો : સંસદમાં આવતી કાલે રજૂ થનારો લઘુમતી શાસક પક્ષ સામે વિરોધ પક્ષોનો અવિશ્વાસનો પ્રસ્તાવ. સંસદમાં મચેલી ભારે હલચલ (ફેરિયો પસાર થઈ જાય છે.)
વિષ્ણુ : આ શું, મહર્ષિ ?
નારદ : છેલ્લાં ચાર વર્ષથી લઘુમતી શાસકપક્ષ રાષ્ટ્રનું શાસન ચલાવે જ છે.
વિષ્ણુ : પણ આપ તો કહેતા હતા ને કે ભારતમાં હવે લોકશાહી છે અને લોકશાહીમાં તો બહુમતીનું શાસન હોય ને ?
નારદ : દેવ, આપની વાત સાચી, પણ બહુમતી કોઈ પણ પક્ષને ન મળી હોય અને વિરોધ પક્ષો વહેંચાયેલા હોય ત્યારે મોટામાં મોટો પક્ષ લઘુમતીમાં હોવા છતાં અન્યના ટેકાથી શાસન કરે એટલે લઘુમતી પક્ષનું શાસન.
વિષ્ણુ : તે હવે ચાર વર્ષ તેનો વિરોધ ?
નારદ : એ તો ચાલ્યા કરે. ક્યારેક તો હથેળીમાં ખંજવાળ આવે ને ?
વિષ્ણુ : તો આ સઘળા વિરોધ પક્ષો અવિશ્વાસ રજૂ કરે એટલે શાસક પક્ષનું શાસન નહિ રહે ને ?

નારદ : ના ટકશે. રાતે પેટીઓ ફરતી થશે. (વિષ્ણુ ભગવાન આશ્ચર્યમુગ્ધ) આ શાસકપક્ષને કેટલાયે દાયકાઓનો શાસનનો એકચક્રી અનુભવ છે. સામ, દામ દંડ, ભેદની નીતિમાં નિપુણ છે. એટલે સત્તા જાળવવા પેટીઓ –
વિષ્ણુ : એ શું ?
નારદ : લક્ષ્મીજીએ આપેલો શબ્દ. એક પેટી એટલે લાખ રૂપિયા. હૉર્સ ટ્રેડિંગ થશે, એટલે કે ઘોડાઓ નહિ પણ એવા જ સાંસદો ખરીદાશે. આ તો એક ઊપડેલી ચળ. થોડા કલાકોની જ વાર છે. જોજોને, દેવ ! (ક્ષણ અંધારું, પ્રકાશ, ફેરિયાનો પ્રવેશ….)
ફેરિયો : સંસદમાં શાસકપક્ષનો વિજય. વિરોધ પક્ષોનો અવિશ્વાસનો પ્રસ્તાવ ઊડી ગયો. પાંચ અપક્ષોના ટેકાથી શાસકપક્ષે મેળવેલો વિજય.
વિષ્ણુ : આવું કપટ લક્ષ્મીની લાલચે ?
નારદ : લાલચે નહિ પ્રભાવે. પણ દેવ ! રાજકારણમાં આપણા સમયમાં પણ કપટ ક્યાં નથી થયાં ? આપના કૃષ્ણાવતારમાં કર્ણવધ, દુર્યોધનવધ, અભિમન્યુવધ, આદિમાં આપે જે કર્યું, તે ભૂલી ગયા ?
વિષ્ણુ : પણ આ નથી જીરવાતું ! ત્યારે તો ધર્મકાજે… અને આ તો જો….
નારદ : લક્ષ્મી પ્રભાવે થાય છે એટલે ને ? ત્યારે ધર્મના રૂપાળા નામનો પ્રભાવ હતો આપનો કે આપના પ્રતિનિધિઓ કે સહકર્મીઓનો.
વિષ્ણુ : પણ લક્ષ્મી આમ.. ? નથી જીરવાતુ, મહર્ષિ….

(અંધારું, ડાબા ભાગ પર પ્રકાશ. વિષ્ણુનો આવાસ.)
વિષ્ણુ : મહર્ષિ, નથી જીરવાતું – નથી સહેવાતું.
લક્ષ્મી : (આધુનિક વેશ પરિધાનમાં પ્રવેશી) દેવ ! શું નથી જીરવાતું ? પૃથ્વી પર આપના મહિમાનો અસ્ત કે મારો પ્રભાવ ?
નારદ : દેવી ! આપ ?
લક્ષ્મી : હું તો આવી છું આપને મળવા જ. મહર્ષિ ! આપ બંને કાલે પૃથ્વી પર પધાર્યા હતા તેની મને જાણ છે. મેં આપને દીઠા હતા. દેવે આપ દ્વારા પૃથ્વી પરના મારા પ્રભુત્વની વાત જાણી છે. નવાઈ ના પામશો. દીવાલોને પણ કાન હોય છે અને આ આવાસમાં હજી મારી આવનજાવન છે. શું નથી જીરવાતું ? શું નથી સહન થતું ? બોલોને દેવ ! મારો પ્રભાવ કે હું ?
વિષ્ણુ : તમે મારી સહચારિણી, તમારો પ્રભાવ વિસ્તારવા આવો અધર્માચાર આચરો !
લક્ષ્મી : તે સત્યથી એટલે કે આપથી કેમ જીરવાય ? પણ આ કળિયુગમાં પણ જે ગઈ કાલે થતું તેનો જ વિસ્તાર થાય છે. ફેર માત્ર એટલો કે ત્યારે આપનું – સત્યનું અવલંબન હતું એટલે તે ધર્માચાર હતો. આજે મારો લક્ષ્મીનો પ્રભાવ એટલે અધર્માચાર, ખરું ને ? આપને જો એમ લાગતું હોય કે મારે કારણે આપની પ્રતિભા ખરડાય છે તો આપણે ડિવોર્સ લઈએ…
વિષ્ણુ : ડિવોર્સ ?
લક્ષ્મી : પૃથ્વીનો શબ્દ છે, સ્વર્ગનો નહિ. લગ્નવિચ્છેદ. પતિ-પત્ની તરીકેના આપણા સંબંધોનો અંત.
વિષ્ણુ : આમ કહેવાનું સાહસ –
લક્ષ્મી : યુગ પલટાયો છે અને પૃથ્વી મને તલસે છે. તેમ કરવામાં મને વાંધો નથી પણ હાનિ આપને છે. પૃથ્વીમાંથી આપની ભક્તિ, આપની સ્મૃતિ અદશ્ય થશે. આજેય પૃથ્વીવાસીઓ આપને પૂજે છે એટલા માટે કે આપની પૂજા દ્વારા તે મને પ્રાપ્ત કરશે. મારા દ્વારા પ્રાપ્ત થતાં સુખોને પ્રાપ્ત કરશે. લક્ષ્મીપતિ મટી જશો એટલે પૃથ્વી પરના આપના અસ્તિત્વ પર છેકો.
વિષ્ણુ : (વિહ્વળ બની) મહર્ષિ… મહર્ષિ….
લક્ષ્મી : આજે જગતના પાયાઓ છે અર્થ, કામ, ધર્મ. મોક્ષને તો તેણે વેગળો મૂક્યો છે. પ્રથમ સ્થાને હું, દ્વિતિય સ્થાને કામ એટલે મારા દ્વારા પ્રાપ્ત થતાં સુખો. તૃતીય સ્થાને, મારે કારણે હજીય આપ છો. પરંતુ લક્ષ્મી પતિ મટી જશો એટલે એ સ્થાન પણ… વિચારી જોજો.

(ઝડપભેર ચાલી જાય છે. વિષ્ણુ તથા નારદ એકમેકને ટીકી રહે છે. તખતા પર આછો પ્રકાશ. નેપથ્યે સૂર સંભળાય છે….)
લક્ષ્મી આધારે છે પૃથ્વી, લક્ષ્મીથી તપનું તપ !
લક્ષ્મી આધારે છે પૃથ્વી, લક્ષ્મીથી તપનું તપ !

Read Full Post »

અમાવસની રાત્રી દ્વિત્ય પ્રહરમાં પ્રવેશવા જઈ રહી હતી.. દિવસ ભર પડેલ મુશળધારવરસાદે ચેન્નઈ શહેરમાં પુરની સ્થિતી સર્જી હતીકુદરતનાં પ્રકોપની સિધી અસર ખોરવાયેલાંજનજીવન દ્વારા સ્પષ્ટ જોઈ શકાતી., ઉફાન પર પહોંચેલા નદી નાળાનાં પાણી વિશાળકાય હાઈ વે થીમાંડી સાંકડી શેરી સુધી ફરી વળ્યા હતા.. વાહન વ્યવહાર સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગયો હતોસમયરાત્રિના .તારીખ બદલાવામાં છેલ્લી ત્રણેક કલાક બાકી હતી છતાં વરસાદ છેલ્લી ચોવીસેક  કલાકથી એની ફિદરત બદલવા ના બિલકુલ મુડમાં  હતોવીજળી અને ગાજવીજ સાથેનાધોધમાર મેઘે અંધારી રાત્રિનુ ચિત્ર વધું  ડરામણું બનાવ્યુ હતુંઅમારા સદ્ભાગ્ય કે બકિંગહામથી ચેન્નઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન સુધીનાં રસ્તામાં છાપરા નાખેલા એટલે વરસાદમાંપલળવાથી બચી શકાણું.. લગભગ ત્રણે ના ચહેરા પર હતાશાનાં વાદળ સ્પષ્ટ જોઈ શકાતામુર્તીઆલોક સાથેની એક મુલાકાતની ઝંખના લઈને ચિંતિત હતી તો સૌરભ આખરી મુલાકાત ને લઈને,જ્યારે હું મિત્રનાં હારવા જઈ રહેલાં પ્રેમની વ્યથાને લઈને દુખી..,લાંબા સમયનો સન્નાટો તોડી મેં   ડૂબતી નૈયા  બચાવવાનો છેલ્લો પ્રયત્ન કર્યો…,

સૌરભે કહ્યું તુ કોઈને મળવા માટે આવેલી..,રાઈટ..?”

 ”યાઆલોક જાહ..સોફ્ટવેર એંન્જીન્યર છે”,

બોયફ્રેંન્ડ ?”,

મુર્તિનો

જવાબ હાં ને બદલે ચહેરા પર મંદ સ્મિત અને ઢાળેલી નજરો હતો.

શો….હાવ વોસ મિટિંગ. ?”

ક્યાં યારસૌરભે તને કહ્યું નહી ?, શહેરની બહાર શિંગુર હિલ  સ્ટેશન પર મળવાનો અમારો પ્લાન હતોબટ યુ નોવ બ્લડી રેઈન …, હાઈ વે જામ  કલાક રાહ  જોઈ છતા રોડ ખુલવાનાચાન્સ….. ‘ના‘ બરાબર”,

પછી ?”,

પછી શું પ્લાનમાં ચેઇન્જ…. શહેરમાં  ઈશ્વરીય વિનાયક મળવાનું ફોન પર  નક્કી થયુંજેમાઆલોકે  મદુરાઈ વાળા રોડ થી શહેરમાં દાખલ થવાનુ હતુ પણ અફસોસ  રોડ પર પણ સાંજ પડતાપડતા બકિંગહામ કેનાલના પાણી ફરી વળ્યા.”,

ઓહ..”,

આખો દિવસ સૌરભ મને અમારાં બદલાતા પ્લાન પ્રમાણે મન્ડાવેલી,નંદેશ્વર,મૌલાઅલી દરગાહ,એમ.જી.આર ફિલ્મ સીટી ફેરવતો રહ્યો પણ વરુણ  દેવ જાણે કે અમારા મિલનમાં શનિ બન્યા હતા,લગભગ રોડ બકીંગહામ કેનાલ અને અધ્યાર નદીના પાણી ફરી વળવાના કારણે બ્લોક હતા.,છેલ્લેકંટાળી ટ્રેનનો સમય નજીક આવતા આલોકે કોઈ પણ હિસાબે રેલવે સ્ટેશન પર મળવાનું પ્રોમીસ કર્યુ છે..”, મિલનની ઝંખના અને વિલંબને કારણે શોકની લાગણી મુર્તિની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતી…,મને એથી વધું કોઈ બીજાના જીવનમાં આવનાર દુખનાં વંટોળ દેખાઈ રહ્યાં હતાં.,

આઈ થીંક મિ.આલોકે ટ્રાય નથી કરી બાકી ફિલ્મ સિટી પરથી ચેન્નઈ સેન્ટ્રલ આવવાનો રસ્તો કદી બંધ હોય.”,મુર્તી મારો મઝાક સમજી શકીતણાવ વચ્ચે પણ હલ્કુ હસી મને રિસ્પોન્સ આપ્યો પણ મારીઈચ્છા હસાવવાની  હતી એટલે  ઉત્તર ચાહક પ્રશ્ન કર્યો..,

કેમ મુર્તી તારુ શું માનવું છે ?”…,

બિલકુલ મારુ પણ એવુ  માનવુ છે…”,

તો  હવે ?”,

હવે શુંબ્રેક અપ…?”,એણે હસતાંહસતાં  પુછ્યુ.,

હાંહાં બ્રેક અપઆમ પણ તને કોઈ પણ સારો છોકરો મળી જાયઅં….આપણો સૌરભ  જોઈ લેતારા માટે બીચારો સવાર થી ખાધા પીધા વગર વરસાદમાં પલળે છે….”, હવે મેં મુદ્દાની વાત સામેકરી….,અફસોસ  વાત પણ મજાક  સમજી ચહેરા પર પહેલા કરતા વધું સ્મિત રાખી બોલી…,

હું ટિકટ કલેક્ટ કરી આવું..પછી આપણે આરામથી  મેટર પર વિચારીયે..”.

મુર્તીના

જતા  સૌરભે મારી સામુ આંખ કાઢી…મારી પાસે બચાવ કરવા સિવાય બીજો કોઈઉપાય   હતો.

હું તો તારી મદદ કરી રહ્યો હતોતારી વાત એના સુધી પહોંચાડી રહ્યો  હતો….”,

તારે મારી મદદ  કરવી છે ને…., એક કામ કર હવે નિકળતારું કામ નથી……, તને દેખાતું નથી કેટલી ટેન્શનમાં છે ?.”,

એનાથી વધું તો મને તુ ટેન્શન માં લાગે છેએન્ડ બાય  વે  રેલ્વેસ્ટેશન ગવર્મેંન્ટ છે..”,શબ્દસાથે અક્કડ થઈ સૌરભનાં ગુસ્સાનાં પ્રત્યુંત્તરમાં હું આગળ પડેલા બાકડા પર જઈ બેસી ગયો….મનેભુલી સૌરભ પાણીની બોટલ લેવા રેલ્વે કેંન્ટીન પર ચાલ્યો ગયો…. એટલામાં સામેથી મુર્તી ટીકટ લઈઆવી પહોંચી.જતી વેળા  સ્વસ્થ જણાતી મુર્તીની હાલત વળતી વેળાએ કોઈની સાથે ફોન પર વાતકરતાકરતા અસ્વસ્થ જણાતી હતીપરિસ્થિતિ સમજતા મને વાર  લાગી કદાચ આલોકનો ફોન હોવોજોઈએ અને મિલનનાં અંતિમ પ્રયત્ન પર પણ પાણી ફરી વળી ગયું હોવું  જોઈએ..અંદાજો મને અને સૌરભને પહેલેથી  હતોશહેરમાં પાણી  એટલા ભરાયા હતારેલવે સ્ટેશન પરઆવતા લગભગ રસ્તા પર ઢીંચણ સુધીના પાણી ફરી વળ્યા હતાભીની આંખે મુર્તીએ ફોન મને આપ્યોકદાચ આલોકે સાથે હોય તે વ્યક્તિને ફોન આપવા જણાવ્યું  હતું.

હલ્લોસૌરભ.”,

જી મેં પ્રણવ….સૌરભ કા દોસ્ત વો કુછ સામાન લાને કે લીયે કેન્ટીન ગયા હૈ.”,

મેં અલોક બોલ રહા હું..મુર્તી કા ફિયાન્સ યાર મેને બહુત ટ્રાય કી પર પુરે શહેર મેં પાની ભરા હુઆ હૈ,મેરી ગાડી ભી એક જગહ પે ફસ ગઈ હૈ,મોબાઈલ કી બેટરીભી ચલી ગઈ હૈ યે પબ્લીક બુથ સે કોલ કરરહા હું,મુર્તીને મુજે બતાયા તુમ લોગો ને પુરે દિન ઉસકી હેલ્પ કી હૈ,એક ઔર અહેસાન કરદે નાભાઈ ઉસે ટ્રેઈનમેં બીઠા દેનાં…., સંભાલના પ્લીસ વો બહુત દુખી હૈ,મેં પુરે દિન સે ટ્રાય કર રહાં હું ઉસતક પહોંચને કી પર કમબખ્ત બારીસ..”, કહેતા કહેતા એનાથી પણ એક ડુમો ભરાઈ ગયો.., હુંમુર્તિનાં ચહેરા પરનાં ભાવ અને સામેનાં છેડે રહેલાં વ્યક્તિનાં અવાજમાં રહેલા દર્દ વચ્ચે સામ્યતાંશોધી રહ્યો ..,

હલ્લો..”,કહીને એણે વાત આગળ ચલાવી,

ઉસે કહેના મેં અગલે મહિને હી છુટી નિકાલ કે મુંબઈ મિલને આઉંગા..”,

યુ ડોન્ટ વરી વિ વિલ હેન્ડલ…”, કહી મેં ફોન મુક્યો.

એક ફોન મારા વિચારમાં થોડો ઘણો બદલાવ લાવવામાં સફળ થયોકોઈ  તો હારવાનું હતું..,કોઈ સાથે તો ખોટું થવાનું જ…મુર્તી અને આલોક વચ્ચે કોઈ ફિલ્મી નહી ખરેખરે પ્રેમહતોએકની ખુશી બીજાની ખુશી અને એકનું દુખ બીજાનું દુખ હતુંસવાલ હતો ત્રિજાનાં પ્રેમને લઈનેશું એના પ્રેમનો કોઈ મતલબ  હતો સરતોશું એના પ્રેમની કોઈ કિંમત  હતી ??. આલોક મુર્તી નેદુખી  હતો જોઈ શકતો અને દુર રહીને પણ મુર્તી ખુશ રહે તેનો પુરો પ્રયત્ન કર્યોસૌરભ ચાહતો હતોકે મુર્તી જેની સાથે પણ રહે હંમેશા ખુશ રહેઅને હું શું ચાહું છું એનાથી કોઈ ફર્ક  હતો પડતો…..ખરેખરવિકટ પરિસ્થિતિ હતી,

ટ્રેનની

વિસલ કાને પડીઓલ રેડી  કલાક મોડી ચાલતી ટ્રેન ઉપડવાની ઇન્કવાયરી ઓફિસમાં થી ઘોષણાથઈસૌરભ  થોડો ઘણો નાસ્તો અને પાણીની બોટલ લઈ આવી ગયો મેં તેને અલોકના ફોન વિષેવિગતવાર વાત કરીસૌરભે દિલાસો આપતાઆપતા મુર્તીની બેગ ઉપાડી ટ્રેન સુધી પહોંચાડીટ્રેનનીબીજી વિસલ સંભળાણી મુર્તી ટ્રેનના દરવાજા પાસે પહોંચી ગઈછુટા પડતાં પહેલા સૌરભને ગળે મળી..

થેંક્યુ સો મચ ફોર યોર સપોર્ટ ઈન સચ અનનોન સીટીતુ ખરેખર મારો સાચો મિત્ર છેહું તારોઅહેસાન ક્યારેય નહી ભુલુ..”,

ખરેખર તુ મારો આભાર માનવા માગતી હો તો આસુ લુછી નાંખ હું તને ખુશ જોવા માંગું છુ..”, મુર્તી રૂમાલ થી આંસુ લુછી નાખ્યા..,

અને પ્રોમીસ કર… રસ્તામાં રડીસ નહીં..”,

 નહી કરી શકાય આજ સવાર થી રોકી રાખ્યા છે આસુ હવે નહી રોકી શકાય..”, કહેતા કહેતા એનીઆંખો ફરી ભીંજાઈ ગઈસૌરભે એના ખભા પર હાથ મૂકી દિલાસો આપતા કહ્યું…,

કમઓન મુર્તિ…, બી બ્રેવ હું સમજી શકું છુ તારા પર શું વીતી રહી છે…”, એટલામાં ટ્રેનની આખરીવિસલ સંભળાણી… ટ્રેને ધીમી ગતી  શરૂઆત કરી…ચાલતી ટ્રેનનાં દરવાજા પર ઊભા રહી  આખરીવાક્ય મુર્તી  સૌરભને કહ્યું….,

તુ ક્યારેય નહી સમજી શકે મારા પર શું વીતી રહી છે…..તે કોઈને પ્રેમ નથી કર્યો ને…..!!!”

સવાલ

હતો, ‘તો શું ખરેખર સૌરભ વિરહની વેદનાં  હતો જાણતો ?’,દુર જઈ રહેલા પ્રેમને ફરી નજીક લાવવાંસૌરભે વોલેટમાં સાચવેલ મુર્તિનાં ૧૧ વર્ષ જુનાં ફોટો પર હંમેશની આદત મુજબ એક નજર કરી..મુર્તીને આંસુ રોકવાની વાત કરનાર સૌરભ પોતે આંસુ રોકવામાં સફળ  થયો…, ટ્રેનનાં દરવાજા પરઉભા રહી મુર્તી અને ચેન્નઈ સેન્ટ્રલ પ્લેટફોર્મ પર ઉભેલ સૌરભ એક બીજા ને દુર થતા જોઈરહ્યા,…

રેલવે

પ્લેટ ફોર્મ પર ઠેર ઠેર લાગેલ રેડિયો જોકીમાં જાણીતો અવાજ કાને પડ્યો

નમસ્કાર રાત કે ૧૧ બજ ને કો હૈ… , ભીગી યે રાતે..,ભીગી મુલાકાતે..,ભીગી સૌગાતે ઔર ભીગેદિલો કો મેરે ભીગે હાથ સે સલામ… આપકે સામને હાજીર હૈ આપકા દોસ્ત ,અપના જખ્મી દિલ લે કેઅનજાના પર મનચાહા મુસાફીર અભય ખુરાના… બતાઈયે કોનસા ગાના સુનના ચાહેંગે આપ..”ફરમાઈશ સાથે  એક ગીત રેલ્વે પ્લેટફોર્મ પર ગુંજી ઉઠ્યું….,

ખયાલો મેં લાખો બાત યું તો કહે ગયા…,બોલા કુછના તેરે સામને..,

હુવે

ના બેગાને તુમ હોકે ઔર કે ..દેખો તુમના મેરે હી બને..,”

Read Full Post »

‘એક વાર અમે આવ્યાં હતાં, પણ મિ. મનમોહનસિંઘે અમને રોટલા ન ખવડાવ્યા. અને સરસવનું શાક ને મકાઈની રોટી અમને ભાવતી નથી. તમે નહીં માનો, પણ જયોર્જ વોશિંગ્ટન મારી માસીનો દીકરો થાય છે અને અબ્રાહમ લિંકન તો મારા કાકા છે…’

ડૉ.ધીમંત વિદ્યાર્થીકાળથી જ ભણવામાં તેજસ્વી હતા. એ હાઇસ્કૂલમાં ભણતા હતા, ત્યારથી જ એમના સહિત બધાને એ વાતની પાક્કી ખાતરી હતી કે આ વિદ્યાર્થી ભવિષ્યમાં ડોક્ટર બનવાનો છે. ધીમંત ડોક્ટર બન્યો પણ ખરો અને ખૂબ હોશિયાર ડોક્ટર બન્યો.‘ધીમંત, ભવિષ્યમાં તારે શું બનવું છે?’ એક વાર એની સાથે કોલેજમાં ભણતી ધારાએ પૂછ્યું હતું.‘મારે તો તારો વર બનવું છે.’ ધીમંતે તોફાની જવાબ આપ્યો હતો.

ધારાનું ગોરું મોં શરમથી ગુલાબી બની ગયું હતું. ‘હું એટલા બધા દૂરના ભવિષ્ય વિશે નથી પૂછી રહી, મારો સવાલ તો એ છે કે આ વર્ષની વાર્ષિક એકઝામ પછી તારે કઈ લાઇન પકડવી છે? મેડિકલની કે એન્જિનિયરિંગની?’‘મારે તો લવ-લાઇન લેવી છે, પ્રેમના પાટા આકર્ષણનું એન્જિન અને દિલના ડબ્બામાં પ્રવાસ કરીને તારા સૌંદર્યના સ્ટેશન પર પહોંચવું છે.’ ધીમંત એ દિવસે ભારે રોમેન્ટિક મૂડમાં હતો. ધારા અને ધીમંત ત્યારે પ્રિ-સાયન્સમાં ભણતા હતા. એ જમાનામાં અગિયારમા ધોરણને એસ.એસ.સી. ગણવામાં આવતું હતું. ઓલ્ડ એસ.એસ.સી. અને એ પછી કોલેજના પ્રથમ વર્ષની પરીક્ષા આપીને વિદ્યાર્થી એની પસંદગીની શાખામાં પ્રવેશ લઈ શકતા હતા.

અલબત્ત, એની મેરિટના આધાર પર જ. ધીમંત તો અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતો. એની કોલેજમાં તો એ પ્રથમ આવવાનો જ હતો, પણ યુનિવર્સિટીમાંયે ટોપ ટેનમાં એનું નામ હશે એવી એના પ્રોફેસરોને પણ ખાતરી હતી. ધારા હોશિયાર ખરી, પણ ધીમંતના જેટલી નહીં. રહી વાત સુંદરતાની, તો એના માટે કોઈ પરીક્ષાની કે સ્પર્ધાની જરૂર ન હતી. ધારા યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં નહીં, પણ ‘ટોપ’ના સ્થાને જ આવે તેવી ખૂબસૂરત હતી.

કોલેજકાળમાં એક ખાસ વાત મેં અનેકવાર નોંધી છે. સુંદર છોકરી અને તેજસ્વી છોકરો મોટા ભાગે એકમેક પ્રત્યે આકષૉય છે. છોકરીને કદાચ હોશિયાર છોકરામાં સમૃદ્ધ ભવિષ્ય દેખાતું હશે, તેજસ્વી છોકરાને રૂપાળી છોકરીમાં પોતાની બુદ્ધિની ઉપલબ્ધિ નજરે પડતી હશે. એને એવું લાગતું હશે કે પોતાના બાહ્ય દેખાવથી તો કોઈ સુંદર છોકરીને એ મેળવી નહીં શકે, પણ પોતાની તેજસ્વિતા, ઉચ્ચ ડિગ્રી અને એના કારણે પ્રાપ્ત થયેલી અઢળક સંપત્તિ દ્વારા પોતે એક ખૂબસુરત યુવતીનો સ્વામી બની શકે છે એ વાતને સિદ્ધ કરવાની સ્વાભાવિક લાલચ એના સુષુપ્ત મનમાં અવશ્ય રહેતી હોવી જોઈએ.

મેં અનેક બબૂચક જેવા દેખાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કે બેડોળ, ભ્રષ્ટ રાજકારણીઓ કે કદરૂપા પણ સફળ વૈજ્ઞાનિકોને અતિ સુંદર સ્ત્રીઓ સાથે પરણતા જોયા છે. આની પાછળની માનસિકતા એક જ હોય છે, રૂપ અને રૂપિયાનો સંગમ! ધીમંત અને ધારાનો પ્રેમ આવો હતો? આનો જવાબ કોની પાસે હોય? એ માટે તો પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી પડે. વાર્ષિક પરીક્ષાનું પરિણામ બહાર પડી ગયું. ધીમંતનું નામ યુનિવર્સિટીમાં સાતમા ક્રમે હતું. મહેનત તો ધારાએ પણ ખૂબ કરી હતી. પણ બાયોલોજી વિષયના પેપરમાં માત્ર એક સવાલ બગડ્યો હતો. મેડિકલના પ્રવેશ માટેની યાદીમાં ધારાનું નામ ન હતું. ધીમંત કોલેજ અને શહેર છોડીને ડોક્ટર બનવા માટે ચાલ્યો ગયો.

કહેવત છે ને કે ‘તનથી દૂર તે મનથી દૂર’ છુટા પડ્યા પછી થોડાંક મહિનાઓ સુધી ધીમંત અને ધારા વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો. પછી ક્રમશ : ઘટતો ગયો. એક દિવસ ધારાનો ફોન આવ્યો, ‘ધીમંત, મારું ભણવાનું પૂરું થયું. હું બી.એસસી. થઈ ગઈ.’‘કોન્ગ્રેચ્યુલેશન્સ!’ ધીમંતે શુષ્ક સ્વરમાં જવાબ આપ્યો.‘મેં તારા અભિનંદન મેળવવા ફોન નથી કર્યો. મારે તારો જવાબ સાંભળવો છે. મારાં મમ્મીપપ્પા મારા માટે છોકરો શોધી રહ્યા છે. મને તું ગમે છે. તું જો મારી સાથે લગ્ન કરવાનું વચન આપતો હોય તો હું મમ્મીપપ્પાને વાત કરું. એ લોકો માની જશે…’‘પણ હું તો હજુ ફાઇનલ એમ.બી.બી.એસ.માં છું. એમ.બી.બી.એસ. થઈશ પછી ઇન્ટર્નશિપ અને પછી બે-ત્રણ વર્ષ પોસ્ટ ગ્રેજયુએશનનાં. છવ્વીસ-સત્તાવીસ વર્ષનો થાઉં એ પહેલાં હું લગ્ન નહીં કરી શકું.’ ધીમંતે ગલ્લાં-તલ્લાં કરવા માંડ્યા.

‘તું જો વચન આપતો હોય તો હું બીજા વીસ વર્ષ કુંવારી બેસી રહેવા તૈયાર છું.’ ધારા જીવ પર આવી ગઈ. હવે ધીમંતે ચોખવટ કરવી જ પડી, ‘સોરી, ધારા! તું મને ખૂબ ગમતી હતી. હજુયે… પણ જવા દે એ વાત. મારા પપ્પાની ઇચ્છા એવી છે કે હું કોઈ ડોક્ટર છોકરી સાથે જ લગ્ન કરું. એનાથી ભવિષ્યમાં… મારી લાઇફ… યુ નો…!’ધારાએ ફોન કાપી નાખ્યો. આ એ બંને વચ્ચેની છેલ્લી વાતચીત. એ પછી ધારાનું શું થયું એની ન તો ધીમંતે પરવા કરી, ન એને જાણકારી મળી. હા, ધીમંત પોતે ત્રણ વર્ષ પછી ડૉ. ધીમંત થઈ ગયો અને બીજાં ત્રણ વર્ષ પછી સાઇકાયટ્રિસ્ટ બની ગયો. શહેરનો હોશિયાર અને જાણીતો માનસિક રોગોનો નિષ્ણાત.

એની પાસે જાતજાતના દરદીઓ આવતા, અઘરા અને અટપટા. સાયઝોફ્રેનિક, ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ, પેરેનોઇડ, કમ્પિલ્ઝવ ડિસઓર્ડરના અને બીજા પણ અનેક પ્રકારના દર્દીઓ. ડૉ. ધીમંતની પ્રેક્ટિસ જામી ગઈ.એક દિવસ એની પાસે એક આધેડ વયનું દંપતી પોતાની પાગલ દીકરીને લઈને આવ્યું. દીકરી યુવાન હતી અને તદ્દન ડાહી ડમરી દેખાતી હતી. ગાંડા દર્દીઓ મેલા-ઘેલા જ હોય, એમના વાળ વેર-વિખર જ હોય, કપડાં ફાટેલાં હોય અને તેઓ બરાડા પાડતા હોય કે તોડફોડ કરતાં હોય એ માત્ર એક ભ્રમ છે. કેટલાંક ગાંડાઓ બાહ્ય રૂપે સાવ નોર્મલ દેખાતા હોય છે. એમની સાથે જેમ જેમ વાત કરતાં જઈએ, તેમ ખબર પડતી જાય કે એની ડાગળી તો ચસકી ગયેલી છે.

યુવતીના પિતાએ એક કાગળ સરકાવીને ડૉ. ધીમંતના હાથમાં મૂકી દીધો. એમાં લખેલું હતું: ‘અમારી દીકરી સામાન્ય દેખાતી હશે, પણ એ છે નહીં. એ પોતાની જાતને જગતની મહાન અને જાણીતી સ્ત્રી માની રહી છે. પોતાની સાચી ઓળખ સ્વીકારવા એ તૈયાર જ નથી. આના કારણે એનાં સાસરીયાંએ પણ એને કાઢી મૂકી છે. હવે બધું તમારા હાથમાં છે, સાહેબ!’ડૉ. ધીમંતે યુવતીને પૂછ્યું, ‘શું નામ છે તારું?’યુવતી હસી પડી, ‘હિલેરી ક્લિન્ટન. જુઓને, મારે વિદેશના પ્રવાસે જવાનું છે અને બિલ જીદ પકડીને બેઠો છે કે મારે એના માટે બાજરીના રોટલા અને રિંગણાનો ઓળો બનાવી આપવો. પ્રે. ઓબામાને મારે કર્યું બહાનું બતાવવું?’‘આઈસી!’ ડૉ. ધીમંતે માથું હલાવ્યું.‘તો પછી તમે તમારા પતિને લઈને ઇન્ડિયાની મુલાકાતે આવો ને! અહીં એને જોઈએ એટલા રોટલા ખાવા મળી જશે.’

‘એક વાર અમે આવ્યાં હતાં, પણ મિ. મનમોહનસિંઘે અમને રોટલા ન ખવડાવ્યા. અને સરસવનું શાક ને મકાઈની રોટી અમને ભાવતી નથી. પાકિસ્તાનમાં ગઈ હતી, પણ ત્યાં પ્રેસિડેન્ટ ઝરદારી મને અભદ્ર ઇશારા કરવા માંડ્યા. તમે નહીં માનો, પણ જયોર્જ વોશિંગ્ટન મારી માસીનો દીકરો થાય છે અને અબ્રાહમ લિંકન તો મારા કાકા છે…’ યુવતી બોલતી ગઈ, બકતી ગઈ, સાવ માથામેળ વગરની વાતો કરતી રહી. મહાત્મા ગાંધી એના દાદા હતા, નેલ્સન મંડેલા એનો ભત્રીજો હતો, બાજપાઈ એની સાથે પાંચમા ધોરણમાં ભણતા હતા.

ડૉ. ધીમંત સમજી ગયો કે આ યુવતીને ગ્રાંડ્યોરસિટી નામની એક જવલ્લે જોવા મળતી માનસિક બીમારી હતી. એનાં માટે થોડી ઘણી સારવાર હતી, થોડાં ઘણાં સજેશન્સ હતા અને બાકી તો ઘણું બધું સમાધાન સ્વીકારી લેવાનું હતું.કન્સલ્ટેશન પતાવીને ત્રણેય જણાં ઊભાં થયાં. યુવતીના પિતાએ પૂછ્યું, ‘સાહેબ, કેટલી ફી આપવાની થાય છે?’‘તમારે કશું જ આપવાનું નથી, અંકલ! આ તમારી દીકરી ધારા અને હું પૂરાં બાર વર્ષ સુધી સાથે ભણતાં હતાં. એની ફી ન લેવાની હોય.’ ડૉ. ધીમંતે કહ્યું.‘શું કહો છો, સાહેબ? તો પછી ધારા તમને ઓળખી કેમ ન શકી?’ ધારાના પપ્પા પૂછી બેઠા.

‘મારા કારણે તો એ પાગલ થઈ ગઈ. મને ક્યાંથી ઓળખે? એના માટે હું હવે મહાન વ્યક્તિ નથી રહ્યો ને! એ હવે જુદી જ દુનિયામાં જીવે છે. આઈ એમ વેરી સોરી, અંકલ! આઈ રિગ્રેટ માય ડિસિઝન. આટલું કહીને ડૉ. ધીમંત રડી પડ્યા. ધારા તો કશું જ સમજ્યા વગર હસી રહી હતી.’

Read Full Post »

« Newer Posts - Older Posts »

%d bloggers like this: